નવી દિલ્હી
ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા છે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને ગુપ્ત રાખી હતી. નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં તેઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ બુમરાહે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે.અહીં જુઓ હલદીથી લઇને લગ્ન સમારંભ સુધીની અનદેખી તસવીરો..