બ્રિસ્બેન :
ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું.
ભારતની જીતમાં શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનું યોગદાન અમૂલ્ય રહ્યું. ગિલે 91, પંતે 89* અને પૂજારાએ 56 રન કર્યા. આ જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે 5 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે.
આટલું જ નહીં આ ઐતિહાસિક જીત સાથે સમગ્ર દુનિયામાં આ ભારતીય સાવજોની પ્રશંસા થઇ રહી છે.મેચ જીતનાની સાથે તમામ ક્રેિકેટર જશ્નમાં ડૂબ્યા હતા. અને મેદાન પર ત્રિરંગો હાથ લઇને દોડતા નજરે પડ્યા હતા.