નવી દિલ્હી
ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે મંગળવારે પોતાની મંગેતર ધનશ્રી વર્માની સાથે લગ્નના બંધનમાં બંધાય ગયા.યુજવેન્દ્રએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર લગ્નના ફોટોઝ શેર કર્યા. બંનેએ IPLની 13મી સીઝન શરૂ થતાં પહેલાં સગાઈ કરી હતી.પીઢીમાં બન્ને પીળા રંગના આઉટફિટમાં જોવા મળ્યા હતા. અહીં માણો તેની સગાઈથી લઈ લગ્નની તસવીરો.
સોશિયલ મીડિયા પર બંનેના લગ્નની તસવીર ઘણી જ વાયરલ થઈ. ફેન્સ તસવીર પર કોમેન્ટ કરી હતી. ધનશ્રી વ્યવસાયે યૂટ્યૂબર છે અને સોશિયલ મીડિયામાં પોતાના ડાન્સના વીડિયો શેર કરે છે. ધનશ્રી ડાન્સરની સાથે સાથે કોરિયોગ્રાફર પણ છે. તેમની પોતાની એક ડાન્સ કંપની પણ છે.