દિલ્હી,

વડાપ્રધાન મોદી કોરોના સંકટની વચ્ચે આજે બપોરે 1.30 વાગ્યે સમગ્ર દુનિયાને સંબોધિત કરવાના છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એક તરફ કોરોના વાઈરસ ઝડપથી સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રહ્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજા આંકડા મુજબ એક કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને 5 લાખથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે દેશની અર્થવ્યવસ્થા પણ ખુબ પ્રભાવિત થઈ છે.

વડાપ્રધાન મોદી આજે 'ઈન્ડિયા ગ્લોબલ વીક 2020'ના ઉદ્ઘાટ સત્રને સંબોધિત કરશે. બ્રિટેન દ્વારા આયોજિત આ ડિજિટલ કાર્યક્રમમા આત્મનિર્ભર ભારત પર એક એવી પ્રસ્તુતિ આપવામાં આવશે, જેને પહેલા ક્યારેય નથી જોવામાં આવી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 3 દિવસ સુધી ચાલનારા આ આયોજનનો વિષય છે 'બી ધ રિવાઈવલ: ઈન્ડિયા એન્ડ અ બેટર ન્યૂ વર્લ્ડ' તેમાં 30 દેશોના 5000 વૈશ્વિક સહભાગીઓને, 75 સત્રોમાં 250 ગ્લોબલ વક્તા સંબોધિત કરશે.