શ્રીનગર,
જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદીઓએ ભાજપના રાજ્ય કારોબારીના સભ્યની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ આતંકવાદીઓએ ભાજપના નેતાના પિતા અને ભાઇને પણ ગોળી મારી દીધી હતી, ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના અઘિકારીઓએ ભાજપના નેતાની સુરક્ષા કરવામાં બેદરકારી દાખવવા બદલ સાત પોલીસકર્મીની ધરપકડ કરી છે.
બાંદીપોરામાં આતંકવાદીઓએ ફરી એક વખત હિંસક ઘટાને અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ ભાજપના નેતા વસીમ બારી, તેના પિતા તેમજ તેના ભાઈની ગોળી મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં જમ્મુ-કાશ્મીરના સત્તાધીશો દ્રારા સુરક્ષામાં છીંડા બદલ સ્થાનિક પોલીસના સાત જવાનોની ધરપકડ કરવામાં આવી છે.આ ઘટના બદલ વડાપ્રધાને દુખ વ્યકત કયુ છે. ઉમર અબ્દુલ્લાએ પણ શોક વ્યકત કરીને કહ્યું છે કે, કાશ્મીરમાં રાજકારણીઓની હત્યાની ઘટના વધી રહી છે જે ચિંતાજનક છે.
વસીમ બારીના ઘરમાં જ તેની એક દુકાન ચલાવતા હતા યાં મોટરસાઈકલ પર સવાર કેટલાક આતંકવાદીઓ આવ્યા હતા અને નજીકથી તેમના પર ગોળીઓ વરસાવી હતી. મળતી માહિતી મુજબ વસીમ બારી, તેમના પિતા અને ભાઈ પર સાયલેન્સલ લગાવેલી રિવોલ્વરમાંથી ગોળી છોડવામાં આવી હતી. કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા શેખ વસીમ બારી અને તેના પિતા અને ભાઈ સાથે બાંદીપોરા જિલ્લામાં તેમના નિવાસસ્થાને શંકાસ્પદ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભાજપ નેતા તેમના ભાઈ અને પિતાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ માહિતી સ્થાનિક અધિકારીઓએ આપી હતી.