વોશિંગ્ટન,

વિશ્વ આરોગ્ય સંસ્થાએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, આગામી અઠવાડિયા સુધી દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧ કરોડ સુધી પહોંચી શકે છે. સંસ્થાએ જણાવ્યું છે કે, આ મામલે બ્રિટનની ટેસ્ટ સિસ્ટમ સક્ષમ છે જે દર્દીઓની યોગ્ય તપાસ કરી શકે છે.

ડબ્લયુએચઓના ડિરેક્ટર ટેડરોસ અધનોમે જણાવ્યું કે, આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસ એક કરોડ સુધી પહોંચી શકે છે. આ સમગ્ર દુનિયા માટે એક રિમાઈન્ડર છે. કોરોનાની વેક્સીન અને દવાઓ પર રિસર્ચ ચાલું છે જે સારી વાત છે આપણે એના પર પણ વિચાર કરવું જાઈએ કે વહેલી તકે આપણે આ બીમારીને કેવીરીતે રોકી શકીએ છીએ અને લોકોનના જીવ બચાવી શકીએ છીએ.

હજ યાત્રા પર પ્રતિબંધ લગાવવા મામલે તેમણે જણાવ્યું કે, આ નિર્ણય જાખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના દિશા-નિર્દેશો પર જ આ નિર્ણય લેવામાં આવ્યો જેથી યાત્રા પર જનારા લોકોના જીવ બચાવી શકાય અને સંક્રમણને રોકી શકાય. સંસ્થા આ નિર્ણયનું સમર્થન કરે છે.