નવી દિલ્હી-
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે, તેમણે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઇએ)ની અમેરિકા માટે ચાર્ટર ફ્લાઇટ્સના સંચાલનની અનુમતિને રદ કરી હતી. આ નિર્ણય પાકિસ્તાની પાયલટોના સર્ટિફિકેશનને લઇને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની ચિંતાને જોતા લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આ જાણકારી શુક્રવારે વિભાગના સ્પેશિયલ ઓથોરિટીએ આપી છે. પાકિસ્તાને ગત માસમાં તપાસમાં સામે આવ્યું હતું કે, તેના લગભગ એક તૃત્યાંશ પાયલટોએ પોતાની ક્વોલિફિકેશનના મામલે હેરફેર કરી છે.યૂરોપિયન યૂનિયને પણ લગાવી રોકયૂરોપિયન યૂનિયન એવિએશન સેફ્ટી એજન્સી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના કરિયર ઓપરેશન્સને છ માસ માટે આ પહેલા રોક લગાવી હતી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા માટે ઉડાનોની રોક લગાવવા પર જો કે, કોઇ ટિપ્પણી કરી નથી.પાકિસ્તાનના ન્યૂઝે જણાવ્યું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે અમેરિકા દ્વારા લગાવેલા પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. પીઆઇએ કહ્યું કે, તે એરલાઇનની અંદર ચાલી રહેલા સુધારાત્મક ઉપાયોના માધ્યમથી આ ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.મહત્વનું છે કે, મે માસમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન એરપોર્ટ પર ઉતરતી સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેમાં 97 લોકોના મોત થયા હતા. જે બાદ પાયલટોના ક્વોલિફિકેશનને લઇને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા.