ગાંધીનગર,
છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુજરાત પર મેઘરાજાની મહેર છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુજરાત પર મેઘરાજાની મહેર થઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને જેના કારણે સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ થયો છે. સાવ ત્રીક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખેડૂતો વાવેતરમાં લાગી પડયા છે. ગુજરાતમાં આ વખતે રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખરીફ સીઝનમાં જોરદાર વાવેતર થયું છે.
કૃષિમંત્રી આર.સી.ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ૫૭ ટકા જમીનમાં વાવણી થઇ છે. ખેડૂતોએ આ વખતે મગફળી અને તેલીબિયાં નું વધુ વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમા ૧૯.૯૮ લાખ હેક્ટરમાં અને તેલીબિયાનું વાવેતર થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે તેલીબિયા અને મગફળીના વાવેતરમાં સાત લાખ હેક્ટર માં વધુ વાવણી થઈ છે. ૨૦ લાખ હેક્ટરમાં અન્ય પાકોનું વાવેતર થયું છે. આમ કુલ મળીને ૪૮ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.થઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને જેના કારણે સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ થયો છે. સાવ ત્રીક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ખેડૂતો વાવેતરમાં લાગી પડયા છે. ગુજરાતમાં આ વખતે રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ખરીફ સીઝનમાં જોરદાર વાવેતર થયું છે.
કૃષિમંત્રી આર.સી.ફળદુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ૫૭ ટકા જમીનમાં વાવણી થઇ છે. ખેડૂતોએ આ વખતે મગફળી અને તેલીબિયાં નું વધુ વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમા ૧૯.૯૮ લાખ હેક્ટરમાં અને તેલીબિયાનું વાવેતર થયું છે. ગત વર્ષ કરતા આ વર્ષે તેલીબિયા અને મગફળીના વાવેતરમાં સાત લાખ હેક્ટર માં વધુ વાવણી થઈ છે. ૨૦ લાખ હેક્ટરમાં અન્ય પાકોનું વાવેતર થયું છે. આમ કુલ મળીને ૪૮ લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.