સુરત,
સુરત શહેરમાં અનલોક ૧.૦ શરૂ થતાની સાથે જ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળી રહ્યા છે. ત્યારે ૯ વાગતાની સાથે કર્ફ્યૂ લાગી જતો હોય છે. ત્યારે દવાની એજન્સીમાં કામ કરતો યુવાન દારૂના નશામાં ગતરોજ સુરતના સભીલી વિસ્તારમાં હીટ એન્ડ રન કરી અને નાસી ગયો હતો. યુવકે દારૂના નશામાં કારને ડિવાઇડ પર ચઢાવી દીધી હતી. દરમિયાન પોલીસે તેને રોકી અને કારની ચાવી કાઢવાનો પ્રયાસ કરતા બે બાઇક ચાલકોને ટક્કર મારી નાસી ગયો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી અને ઝડપી પાડ્યો હતો. અનલાક શરૂ થતાની સાથે ગાંધીના ગુજરાતમાં દારૂનું પણ વેંચાણ પમ જારશોરમાં શરુ થયું છે.
ત્યારે ગતરોજ ૯ વાગતાની સાથે કર્ફ્યૂ નો અમલ કરવા માટે સુરતની પોલીસ ડભોલીમાં વાહન ચેકિંગમાં હતી ત્યારે ડભોલી ચાર રસ્તા સર્કલ પાસે દારૂ પીને છાંકટા બનેલા ઈકો સ્પોટર્સ કારના ચાલકે ગુરુવારે મોડી રાતે ડિવાઇડર પર કાર ચઢાવી હતી. ટ્રાફિક જામ થતા પોલીસે આવીને કાર સાઇડ પર લેવા અને કારમાંથી ઉતરવા જણાવવા છતાં યુવક ઉતરતો ન હતો. ખુદ પોલીસ કારમાં બેસીને તેને ઉતારવાની કોશિશ કરી હતી. બીજી તરફ ટીઆરબી જવાને દરવાજા ખોલી તેનો હાથ પકડીને નીચે ખેંચી નાખ્યો છતાં તે કારમાં પાછો બેસી ગયો હતો. દારૂડીયાએ કારમાં બેઠેલા પોલીસકર્મીને એવું કહ્યું કે, યે મેરી ગાડી હૈ, મેં કયું ઉતરું' કહી પોલીસ સાથે મારામારી કરી. પોલીસે કÌšં કે કાર સાઇડમાં લે જેથી કાર સાઇડે લેવાને બદલે એક-બે બાઇકચાલકોને ઉડાવી ભાગી ગયો હતો.
પોલીસે પીછો કરતા ચાલક સિંગણપોર ચાર રસ્તા પાસે એક ગલીમાં કાર મૂકી સંતાયો હતો. પોલીસે તેને શોધીને દિપક રમેશ તાળાને પકડી લીધો હતો. કાર ચાલક આયૂર્વેદિક દવાની એજન્સી ચલાવે છે. જાકે પોલીસે તેની ધરપકડ કરીને દિપક તાળા દારૂ કયાં પીને આવ્યો અને દારૂની બોટલ ક્્યાંથી લઈ આવ્યો તે બાબતે પોલીસે તપાસ કરવી મહત્વની છે. એટલું જ નહિ તેણે રસ્તામાં અન્ય કોઈ વાહનને કે રાહદારીને ઉડાવ્યા છે કે કેમ તેની પણ તપાસ થવી જાઇએ, કારમાંથી એક આઈ કાર્ડ મળ્યો છે. જે લોકડાઉનમાં આવશ્યક સેવા માટેનો કલેકટરમાંથી મળતો પાસ છે, તેની પણ પોલીસે તપાસ કરવાની જરૂર છે. જાકે હાલમાં આ યુવાન પોલીસના સળિયા પાછળ પહોંચી ગયો છે.