સુરત-
સુરત PCB પોલીસને બાતમી મળી હતી કે, પાંડેસરાના અપેક્ષાનગર સ્થિત પુનિત નગર ખાતે આવેલા એક મકાનમાં દેશી હાથ બનાવટના તમંચા બનાવવા માટેનું કારખાનું ચાલી રહ્યું છે. મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ નામનો શખ્સ આ કારખાનું ચલાવતો હોવાની માહિતી મળતા PCBની ટીમે દરોડા પાડંયા હતાં. જ્યાં અપેક્ષા નગર ખાતે આવેલા મકાન નંબર 215માં છાપો મારતા મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ દેશી હાથ બનાવટનો તમંચો બનાવતા રંગે હાથ ઝડપાયો હતો.
પોલીસે બાતમીના આધારે આ જગ્યાએ રેડ કરતાં આરોપી મનોજ લક્ષ્મીપ્રસાદ યાદવ, ઉમર વર્ષ 32 રહેઠાણ: પ્લોટ નંબર 215 સંજય બિહારીના મકાનમાં, અપેક્ષા નગર, મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસીને ઝડપી પાડી તેના મકાનમાંથી એક દેશી હાથ બનાવટના તમંછો તથા એક જીવતું કારતૂસ જપ્ત કર્યા હતા.
પાંડેસરા વિસ્તારમાંથી શહેર PCBએ દેશી હાથ બનાવટના તમંચા બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. PCB દ્વારા દેશી હાથ બનાવટના તમંચો, તમંચો બનાવવા વપરાયેલી અલગ-અલગ સાધન-સામગ્રી સહિત એક આરોપીની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.