પાદરા,
તરસાલી વિસ્તારમાં સસરાની હત્યા કર્યા બાદ હાઇવેની હોટલમાં કોલગર્લ ઉપર પણ ખૂની હુમલો કરનાર મિતુલ ટેલરની તપાસમાં સેક્સ રેકેટ બહાર આવ્યું હતું. જેની તપાસમાં પોલીસે વધુ ત્રણની ધરપકડ કરી છે. હત્યારા મિતુલે ઓનલાઇન ચાલતા સેક્સ રેકેટની માહિતી આપતાં પોલીસે મિતુલના હુમલાથી ઇજા પામનાર કોલગર્લના જીજાજી ભવાનીશંકર તેમજ સૂત્રધાર અર્જુન ઉર્ફે રોહિત દેવીસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. ઓનલાઈન નેટવર્કનું પેમેન્ટ સંભાળતો સૂત્રધાર ધર્મેશ અમદાવાદનો છે.
ગોરવા પોલીસની તપાસમાં અર્જુન સાથે જેલમાં રહેલા સાગરીત સંદિપ ઉર્ફે પારસ ઉર્ફે આર્ય વિનોદભાઇ જાષી (રહે.મલિકપુર, ન્યુ દિલ્હી)નું એજન્ટ તરીકે નામ ખૂલતાં પોલીસે તેને પકડી લીધો છે. આજ રીતે યુવતીઓના ફોટા મેળવી ગ્રાહકો શોધતા જીવણ ઉર્ફે ગેરી શ્રીલાલ બુલ (રહે.ઉત્તમ નગર,ન્યુ દિલ્હી)ને ઝડપી પાડયો છે. ઓનલાઇન સેક્સ રેકેટમાં એજન્ટો સાથે સોશિયલ નેટવર્ક સંભાળતા અને ઓનલાઇન પેમેન્ટ લેવાની કામગીરી કરતા ઓપરેટર ધર્મેશ ચંદુલાલ પટેલ (રહે.ગણેશ જિનિયસ, જગતપુર, ચાંદખેડા, અમદાવાદ, મૂળ રહે.કડી,મહેસાણા)ને પણ પકડી પાડી લેપટોપ કબજે લીધું છે.