ન્યુ દિલ્હી,
પેટ્રોલ અને ડીઝલના રેટમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર રેટ વધ્યા છે. જણાવી દઇએ કે આજે સતત ૧૬મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. પેટ્રોલના ભાવમાં આજે ૩૩ પૈસા પ્રતિ લીટરે વધારો થયો છે જ્યારે ડીઝલના રેટમાં ૫૮ પૈસા પ્રતિ લીટરે વધારો નોંધાયો છે. જે બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ ૭૯.૫૬ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ ૭૮.૮૫ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
અગાઉ પેટ્રોલિયમ કંપનીઓએ રવિવારે પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસા પ્રતિ લીટરે વધારો કર્યો હતો, જ્યારે ડીધલના ભાવમાં ૬૦ પૈસા પ્રતિ લીટરે વધારો કર્યો હતો. જે બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૯.૨૩ રૂપયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના રેટ ૭૮.૨૭ રૂપયા પ્રતિ લીટર થઇ ગયા હતા. શનિવારે પેટ્રોલના ભાવ ૭૮.૮૮ રૂપિયા પ્રતિ લીટર હતા જ્યારે ડીઝલના ભાવ ૭૭.૬૭ રૂપિયા પ્રતિ લીટર હતા.