નવી દિલ્હી:
ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મંગળવારે કહ્યું હતું કે, જો કોરોના વાઇરસ ચેપ "અપેક્ષિત તરીકે ફેલાય" અને સમગ્ર ઉડ્ડયન ઇકોસિસ્ટમ અને રાજ્ય સરકાર તૈયાર થાય તો ભારત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંદર્ભમાં કામગીરી શરૂ કરી શકે છે.
પુરીએ કહ્યું, "મને વારંવાર પૂછવામાં આવે છે કે તમે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન ક્યારે શરૂ કરી શકો છો? તો મારો જવાબ છે કે જો વાઇરસનું સંક્રમણ ઓછા થઇ જાય તો આવતા માસથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા અંગે નિર્ણય કરવો જોઇએ.જોકે આ નિર્ણય ભારતીય નાગર વિમાનન મંત્રાલય નહીં કરે. "તેમણે 'રિપોઝિંગ ધ ફેથ ઈન ફલાઇંગ' વિષય પર જીએમઆર જૂથ દ્વારા આયોજીત વેબિનારમાં કહ્યું હતું કે, "સરકાર સ્થાનિક સ્થિતિના આધારે આ નિર્ણયો લેશે."દેશમાં કોરોના વાઇરસના ચેપને કારણે બે મહિના માટે સ્થગિત થયા પછી 5 મેથી ઘરેલું મુસાફરોની ફ્લાઇટ્સ શરૂ થઈ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સ હજી પણ સ્થગિત છે.પ્રધાને કહ્યું, "અમે હાલમાં જોયું કે, દક્ષિણ ભારતના એક મોટા રાજ્યે લોકડાઉનમાં રાહત આપ્યા બાદ ફરીથી તેનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. મેં અન્ય દેશોમાં પણ એવું જ જોયું છે. અમે તેની ખાતરી કરવા માંગીએ છીએ કે ફરી લોકડાઉનની પરિસ્થિતી ન આવે"પુરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, પહેલા ઘરેલું સ્તરે મુસાફરીમાં વધારો કરીએ અને તે પછી આપણે વ્યવસ્થિત રીતે આંતરરાષ્ટ્રીય મુસાફરીને મંજૂરી આપવા માટે આગળ વધીશું."ચેન્નઈમાં ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તમિલનાડુએ હાલમાં 19 જૂનથી 12 દિવસના લોકડાઉનની ઘોષણા કરી છે.