મુંબઇ
ફૂડ ડિલીવરી ઝોમેટોના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 72-76 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો ઇશ્યૂ 14 જુલાઈએ ખુલશે અને 16 જુલાઈના રોજ બંધ થશે. કંપની રૂ. 9000 કરોડનો નવી ઇશ્યૂ જારી કરશે જ્યારે 375 કરોડના શેર વેચવાની ઓફરમાં વેચવામાં આવશે. કંપનીનો સૌથી મોટો રોકાણકાર ઇન્ફો એજ છે, જે OFS દ્વારા તેનો હિસ્સો વેચી રહી છે.
ઇન્ફો એજ અગાઉ 750 કરોડ રૂપિયાના શેર વેચવા જઈ રહી હતી, પરંતુ બાદમાં તે 50 ટકા ઘટાડીને રૂ. 375 કરોડ કરી દીધો.
65 લાખ શેર કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.
ઝોમેટોનો વ્યવસાય ઝડપથી વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 માં કંપનીના ઓર્ડર 3.06 કરોડ હતા, જે નાણાકીય વર્ષ 2020 માં વધીને 40.31 કરોડ થઈ ગયા છે.
નાણાકીય વર્ષ 2020 માં કંપનીની સરેરાશ ઓર્ડર કિંમત 279 રૂપિયા હતી જે નાણાકીય વર્ષ 2021 ના 9 મહિનામાં વધીને 398 રૂપિયા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ડિસ્કાઉન્ટ 21.7 રૂપિયાથી ઘટીને 7.3 રૂપિયા પર આવી ગયું છે.
છેલ્લા કેટલાક મહિનામાં ઝોમાટોની કમાણી ઝડપથી વધી છે. નાણાકીય વર્ષ 2021 ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં તેની આવક રૂ. 1367 કરોડ હતી.