ઝિમ્બાબ્વેના વિકેટકીપર મડાન્ડેએ ૪૨ બાય આપીને ૯૦ વર્ષ જૂનો અનિચ્છનીય રેકોર્ડ તોડ્યો


હરારે:આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેના વિકેટકીપર ક્લાઈવ મદંડેએ ૯૦ વર્ષ જૂનો એક અનિચ્છનીય રેકોર્ડ તોડીને પોતાના નામે કરી લીધો છે. તેને આયર્લેન્ડ સામે પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ક્લાઈવ મદંડેએ ઈંગ્લિશ ખેલાડી લેસ એમ્સનો રેકોર્ડ તોડ્યો છે. આ શરમજનક રેકોર્ડ ૧૯૩૪માં ઈંગ્લેન્ડના આ ખેલાડીના નામે નોંધાયો હતો. આયર્લેન્ડ સામે રમાઈ રહેલી મેચમાં ઝિમ્બાબ્વેના વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેએ ટેસ્ટની એક ઈનિંગમાં ૪૨ બાય આપીને આ ૯૦ વર્ષ જૂનો અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ મેચ ૨૪ વર્ષીય ક્લાઈવ મદંડે માટે બિલકુલ સારી ન હતી. પ્રથમ બેટિંગ કરતા તે શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. પ્રથમ દાવમાં ઝિમ્બાબ્વેના ૨૧૦ રનના જવાબમાં આયર્લેન્ડે ૨૫૦ રન બનાવ્યા હતા અને ૪૦ રનની લીડ લીધી હતી, જાેકે આયર્લેન્ડે બાય દ્વારા ૪૨ રન બનાવ્યા હતા. આ બાય વિકેટકીપર ક્લાઇવ મડાન્ડેની બાજુમાંથી આયરિશ બેટ્‌સમેનોએ ચોર્યા હતા. આ મેચમાં બોલરોએ લેગ સાઈડ પર બોલિંગ કરી હતી. બોલ ખૂબ મોડો સ્વિંગ થઈ રહ્યો હતો. કોઈપણ ટેસ્ટ મેચમાં ૪૦થી વધુ બાય આપવાનો આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના વિકેટકીપર ક્લાઈવ મડાન્ડેના નામે નોંધાયેલો છે. આ પહેલા આ શરમજનક રેકોર્ડ ઈંગ્લેન્ડના વિકેટકીપર લેસ એમ્સના નામે હતો. લેસ એમ્સે ૧૯૩૪માં ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ૩૨૭ રનમાંથી ૩૭ બાય આપ્યા હતા. જાે કે, લેસ એમ્સની ગણતરી ક્રિકેટના મહાન વિકેટ કીપર બેટ્‌સમેનોમાં થાય છે. ક્લાઈવ મદંડેએ ૨૦૨૨માં વનડેમાં પદાર્પણ કર્યું હતું. તેણે ઝિમ્બાબ્વે માટે અત્યાર સુધીમાં કુલ ૧૫ મેચ રમી છે. જેમાં તેણે ૭૪ની સ્ટ્રાઈક સાથે કુલ ૨૩૧ રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ૭૪ રન છે. તેણે તેની ર્ંડ્ઢૈં કરિયરમાં અત્યાર સુધીમાં ૨ અડધી સદી ફટકારી છે. જાે ટી૨૦ ક્રિકેટની વાત કરીએ તો ક્લાઈવ મદંડે અત્યાર સુધીમાં કુલ ૩૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે ૧૦૪ની સ્ટ્રાઈક સાથે કુલ ૩૧૮ રન બનાવ્યા છે. ્‌૨૦માં તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ૪૪ અણનમ રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution