CBIની ટીમે CBIના જ ચાર અધિકારીઓની ધરપકડ કરી

CBIની ટીમે CBIના જ ચાર અધિકારીઓની ધરપકડ કરી

ભોપાલ,

દિલ્હીથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ટીમે ભોપાલ સીબીઆઇના ચાર અધિકારીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત લાંચ આપનાર મેડિકલ કોલેજના ચેરમેનની પણ ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં છેલ્લા બે વર્ષથી હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ મધ્યપ્રદેશમાં નર્સિંગ કૌભાંડની તપાસ કરી રહી છે. દિલ્હીથી આવેલા સીબીઆઇના અધિકારીઓએ મેડિકલ કોલેજના અધિકારીઓ પાસેથી લાંચ લેવાના આરોપમાં ભોપાલ સીબીઆઈના ચાર અધિકારીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાંથી એક સીબીઆઈ ઈન્સ્પેક્ટર છે, જ્યારે અન્ય બે એમપી પોલીસ અધિકારીઓ છે જેઓ હાલમાં ડેપ્યુટેશન પર સીબીઆઈમાં સેવા આપી રહ્યા છે.આ સિવાય ખાનગી નર્સિંગ કોલેજના ચેરમેન, પ્રિન્સિપાલ અને એક વચેટિયાની પણ લાંચ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓને રવિવારે રાત્રે જ ભોપાલની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ૨૯ મે સુધીના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.ધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીઆઈને આ કેસમાં કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી સીબીઆઈની ટીમે ભોપાલ, ઈન્દોર અને રતલામ શહેરમાં ઝડપી કાર્યવાહી કરી. મળતી માહિતી મુજબ, નર્સિંગ કોલેજ કૌભાંડમાં સીબીઆઈ ઈન્સ્પેક્ટર રાહુલ રાજ પર કોલેજને બચાવવા માટે રિપોર્ટ બનાવવા માટે લાંચ માંગવાનો આરોપ છે. આ દરમિયાન ટીમે ભોપાલના સીબીઆઈ ઈન્સ્પેક્ટરને પ્રોફેસર કોલોની સ્થિત તેમના ઘરેથી પકડી લીધા હતા. આ સાથે સીબીઆઈએ ભોપાલની મલય કોલેજ ઓફ નર્સિંગના અધ્યક્ષ અનિલ ભાસ્કરન, પ્રિન્સિપાલ સુમા ભાસ્કરન અને લાંચ આપનાર દલાલ સચિન જૈનની પણ ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ઝ્રમ્ૈંને રાહુલ રાજના ઘરેથી બે સોનાના બિસ્કિટ અને લગભગ ૮ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ચારેય આરોપીઓને સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમાર શર્માની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેયને ૧૦ દિવસના રિમાન્ડ પર ઝ્રમ્ૈંને સોંપ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution