ઝીન્નત અમાને ડિઝાઇનર કપડાંને પહેરી ન શકાય તેવાં ગણાવ્યાં

ઝીન્નત અમાન હંમેશા પોતાના વિચારો જેમ છે તેમ જ વ્યક્ત કરવા માટે જાણીતા છે. તાજેતરમાં જ તેમણે એક ઇન્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે, જેમાં પણ તેમણે પોતાની આદત મુજબ પોતાના વિચારો બેધડક વ્યક્ત કર્યા છે. તેમણે તાજેતરની ફેશનમાં મોટા ભાગના કપડાંને ન પહેરી શકાય તેવા ગણાવ્યા છે. આ સાથે તેમણે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પહેલો ઓસ્કાર મેળવનાર કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયા સાથેના પોતાના ઘનિષ્ઠ સંબંધની પણ વાત કરી હતી. પોતાની પોસ્ટમાં ઝીન્નત અમાને ડિઝાઈનર ડ્રેસ પહેરીને પોસ્ટ કરેલી પોતાની એક તસવીર સાથે કૅપ્શનમાં લખ્યું હતું,“મને મારા જીવનમાં ઘણા અદ્દભૂત હાથની કારીગરીનો લાભ મળ્યો છે. માત્ર સિનેમામાં જ શ્રેષ્ઠ કારીગરો નહીં પણ ફેશનમાં પણ. અદ્દભૂત કારીગર ભાનુ અથૈયા, જેમને કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ માટે ઓસ્કાર મળેલો, તેમણે મારા માટે ‘સત્યમ શિવમ સુંદરમ’ સહિતની ૧૫ જેટલી ફિલ્મોમાં મારા કોસ્ચ્યુમ્સ બનાવ્યા હતા.” ઝીન્નતે આગળ લખ્યું હતું,“તેઓ કુશળતા અને ઝીણવટપૂર્વક કામ કરતાં હતાં, અમારી પહેલી મુલાકાત પછી થોડાં જ વખતમાં તેમણે મારા માપનું મેનેક્વીન પણ બનાવ્યું હતું. જે તેમનાં સ્ટુડિયોમાં ઊભું રહેતું અને તેના પર તેઓ પોતાને આવતી વિવિધ ડિઝાઇનના આઇડિયા અજમાવતાં હતાં. મારે બસ ટ્રાયલ માટે પહોંચી જવાનું રહેતું, આ વ્યવસ્થા મારી વ્યસ્તતા મુજબ મને બહુ માફક પડી ગઈ હતી. મારા જાવનમાં આટલાં આરામદાયક છતાં સેન્સ્યુઅલ કપડાં બીજા કોઈએ બનાવ્યા નથી.” આગળ ઝીન્નત અમાને પોતાને એક કેઝ્યુઅલ ડ્રેસર ગણાવતા લખ્યું,“મારો ઉલ્લેખ સતત એક હાઇફેશનને અનુસરતી મહિલા તરીકે કરવામાં આવે છે. પરંતુ જે લોકો મને ઓળખે છે તેઓ જાણે છે કે હું એક કેઝ્યુઅલ ડ્રેસર છું. જેને મોટાં ભાગના ડિઝાઈનર કપડાં પહેરવા યોગ્ય લાગતાં નથી. મારી એક અત્યંત સમૃદ્ધ મિત્ર, જેના દુબઈ અને લંડનમાં મોટા મ્યુઝીયમ કે મહેલા જેવી હવેલીઓ છે, તે મને નિયમિત રીતે અત્યંત ફેશનેબલ અને ડિઝાઈનર કપડાં ગિફ્ટ કર્યા કરે છે અને પછી ગુસ્સો કરે છે કે એ કપડાં મારા કબાટમાં સચવાઈ રહેવા માટે જ બન્યાં છે. સખત મોંઘા કપડાનું આ સૌથી ખરાબ કમનસીબ છે. મારી માની મોંઘી સાડીઓ, જે મને સૌથી અર્થપૂર્ણ લાગે છે તે પણ મારા કબાટમાં ક્યાંક નીચે દબાયેલી પડી છે. ક્યારેક મને તે પહેરવાનો અવકાશ મળશે અથવા તો એ સાડીઓમાંથી હું પહેરી શકું એવા ડિઝાઇનર કપડાં બનાવડાવીશ ક્યારેક.”ં ‘બન ટિક્કી’ ફિલ્મ સાથે તેે કમબૅક કરી રહ્યાં છે, જેમાં શબાના આઝમી પણ છે અને આ ફિલ્મ ફરાઝ આરીફ અન્સારીએ ડિરેક્ટ કરી છે. આ ઉપરાંત તેઓ નેટફ્લિક્સના શો ‘ધ રોયલ્સ’માં પણ ઇશાન ખટ્ટર, ભૂમિ પેડનેકર અને નોરા ફતેહી સાથે જાેવા મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution