રાજકોટ-
શહેરમાં એક મહિના પહેલા ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાના મામલે એ ડિવિઝન પોલીસે રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે.મૃતક યુવકને ગુનામાં ફસાવી અને મારી નાખવા ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. જેથી યુવકને આત્મહત્યાની ફરજ પાડવાના ગુના બદલ ફરિયાદ નોંધાઈ છે. જો કે યુવકને પોલીસ કોન્સ્ટેબલ ધમકી આપતા હોવાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.ગાંધીગ્રામના પોલીસ કોન્સ્ટેબલની ધમકી થી ડરી જઈ યુવક આત્મહત્યા કરી હોવાનુ ખૂલ્યુ છે. પોલીસે વિરુદ્ધ ખૂનની ધમકી ની કલમો સાથે ગુનો નોંધ્યો છે.રાજકોટના યુવકે એક ગેસ્ટ હાઉસના રૂમમા ઝેરી દવા પી આપઘાત કરી લીધી હતી. રાજકોટમાં એક મહિના પહેલા ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પી આત્મહત્યા કરવાના મામલે એ ડિવિઝન પોલીસે રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટ એ ડિવિઝનમા કોન્સ્ટેબલ ભરત ઉર્ફે દેવાણદ જીવણભાઈ સવસેટા વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.