ઑનલાઇન ગેમના રવાડે આર્થિક ભીંસ વધતાં યુવકનો ગળેફાંસો લઈ આપઘાત

વડોદરા તા. ૧૧

ઓનલાઇન ગેમ રમવાનો ચસ્કો વ્યક્તિના જીવનમાં કેવી ઝંઝાવાત લાવે છે, તેનો કિસ્સો વડોદરા શહેરમાં રહેતા પરિવાર સાથે બન્યો છે. આ પરિવારના ૨૮ વર્ષના યુવાન દીકરાંને ઓનલાઇન ગેમનો ચસ્કો ચડતાં આર્થિક સંકળામણમાં આવી જઈ ગળે ફાંસો લઈ લીધો હતો. પુત્રએ ફાંસો ખાઈ આખરી પગલું ભરતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં નજીકના દિવસોમાં બહેનના લગ્ન લેવાયાં હતા, તે પણ હાલ મુલતવી રાખવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

શહેરના એલેમ્બિક રોડ ઉપર અર્પિતા કોમ્પ્લેક્સમાં રહેતાં આનંદ રામચંદ્ર દાનાવડે (ઉં.૨૮)એ આવું પગલું ભરતાં તેના વિધવા માતા અને એક બહેનને નોધારા વિલાપ કરતાં છોડી દીધાં છે. આનંદના પિતા રેલવેમાંથી નિવૃત્ત થઆ ગયાં બાદ પેન્શન ઓવતું હતું. જાેકે, પિતાનું થોડા વર્ષ અગાઉ મૃત્યુ થતાં ઘરની જવાબદારી માતા પર આવી હતી. આનંદે ધો.૧૨ સુધી અભ્યાસ કર્યા બાદ કોઈ કામ ધંધો કરતો ન હતો. આખો દિવસ કામ ધંધો કર્યા વગર મોબાઈલ પર ઓનલાઇન ડ્રેગન ટાઈગર નામની ગેમ રમ્યા કરતો હતો. બીજી તરફ તેની સાથે રહેતી બહેનના લગ્ન નજીકના દિવસોમાં નક્કી કરવામાં આવ્યાં હતાં. દરમિયાન આનંદ દાનાવડેએ મિત્ર વર્તુળ સાથે ઓનલાઇન ગેમ રમવાનું શરૂ કરતાં તે આર્થિક સંકડામણમાં આવી ગયો હતો.

તેને જીજાજીએ નવો મોબાઈલ ન અપાવતાં તેણે પોતાનો બગડી ગયેલો ફોન ઓનલાઇન ગેમના ચસ્કાના કારણેે રીપેર કરાવ્યો હતો અને ફરી ગેમ રમવાનું શરૂ કર્યું હતું.

આનંદે ગેમ રમતા રમતા આવેશમાં પોતાની રૂમમાં ગળે ફાંસો ખાઈ‌ લીધો હતો. તેની ભાણેજ ઘરે મળવા આવ્યા બાદ તેને રૂમમાં આનંદને ફાંસો ખાધેલી હાલતમાં જાેતા ચીસ પાડી ઉઠી હતી, જેથી ઘરમાં હાજર તેની માતા ગંગાબેન તથા બહેન દોડી આવ્યા હતા અને તેઓ પણ દૃશ્ય જાેઈને ચોંકી ઉઠ્‌યા હતા. પડોશીઓ પણ દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા. બનાવના સ્થળેથી કોઈ ચિઠ્ઠી કે અન્ય ચીજવસ્તુ મળી આવી ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution