વડોદરા, તા. ૧
વડસર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ૩૩ વર્ષીય ખુશ્બુબેને સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત ૨૨મી મેના રોજ મારા પતિના મોબાઈલમાં અજાણ્યા ઈન્ટરનેશનલ નંબરથી સેલિનાના નામે એક એવો વોટ્સએપ મેસેજ આવ્યો હતો કે તે તેમને એક એવી જાેબ ઓફર કરે છે જેમાં યુટ્યુબ સેલિબ્રીટીને ફોલો કરવા માટે બે હજારથી માંડી ૧૦ હજાર રૂપિયા આપવામાં આવશે. ત્યારબાદ તેમણે એક વિડીઓક્લિપ મોકલાઈ હતી જે લાઈક કરતા તેમાં બે ટાસ્ક સુધી સુધી વાત કરતા તેમને ટેલિગ્રામ આઈડીનું એડ્રેસ અને જાેઈન થવા માટે વર્ક કોડ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેમને ટેલિગ્રામ આઈડી પર ટાસ્ક પુર્ણ કર્યા બાદ પૈસા લેવા માટે પતિનું નામ સરનામુ ઉરમ કામ અને બેંક એકાઉન્ટ નંબર સહિતની વિગતો મેળવાઈ હતી. તમામ માહિતી આપ્યા બાદ મારા પતિને કંપનીમાં ઓનલાઈન કામ કરતા માટે રાત્રે ૯.૩૦થી સવારના ૯.૩૦નો સમય આપ્યો હતો જેની માટે મારા પતિ સહમત થતાં તેમને અલગ અલગ ટાસ્ક માટેની યુટ્યુબની લીંક મોકલી હતી અને જેને લાઈક કરવવાના ટાસ્ક પુરા કરાવી એક ટાસ્કના ૫૦ રૂપિયા લેખે તેમના ખાતામાં ૭૫૦ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને અન્ય ટેલિગ્રામ લીન્ક અને ટાસ્ક મોકલાયા હતા જે પુરા થતા તેના વળતર પેટે ૩૦ ટકા કમિશન ભરવાની જાણ કરાઈ હતી.
જાેકે ત્યારબાદ તેમને પેમેન્ટમાં પ્રોબ્લેમ આવે છે તેમ કહી રાગીણી માથુર સાથે ૨૩મી તારીખે વાત કરવા માટે જણાવાયું હતું જેમાં રાગીણીએ એક લીન્ક મોકલ્યા બાદ પતિના ખાતામાં ૩૯૦૦ રૂપિયા જમા કરાવ્યા હતા અને જીઆઈજી કંપનીનો બનાવટી ગેરેન્ટી એગ્રીમેન્ટ મોકલી માતા પતિને અલગ અલગ ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી એક વેબસાઈટ આપેલી જેમાં વિડીઓ લાઈક કરવાના ટાસ્ક એક બાદ એક મારા પતિએ પુર્ણ કરતા તેમને વળતરના નાણાં વેબસાઈટના વોલેટમાં જમા થયેલા બતાવ્યું હતું. વોલેટમાં મારા પતિને નફા સાથે ૧.૧૩ કરોડથી વધુ ઉપાડવા માટે કમિશન પેટે ૨૫.૦૫ લાખ જમા કરાવવા માટે અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર આપ્યા હતા જેમાં મારા પતિએ તેમના તેમજ તેમના ભાઈના ખાતામાંથી ૨૫ લાખથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
જાેકે ત્યારબાદ પણ ગઠિયાઓએ વધુ નાણાંની માગણી કરી હતી અને જાે નાણાં નહી મળે તો ઈન્વેસ્ટ કરેલા રૂપિયા અને કમિશન નહી મળે તેવી ગઠિયાઓએ ચિમકી આપતા મારા પતિએ ભારે ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેમણે ગત ૨૬મી તારીખના સાંજે આપઘાતનો પ્રયાસ કરતા તેમને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડાયા હતા. આ ફરિયાદના પગલે પોલીસે ખુશ્બુબેનના પતિને અલગ અલગ લીન્ક મોકલનાર ટેલિગ્રામ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટધારકો સહિત ૧૫ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.