તમારો સંઘર્ષ તમને વધુ મજબૂત બનાવે છે! તક ઝડપી લો!

તમારો સંઘર્ષ તમારી સફળતાની વાર્તાનો એક ભાગ છે. કલ્પના કરો કે તમને દરેક વખતે જે જાેઈએ છે તે મળ્યું છે, સખત મહેનત, સંઘર્ષ અથવા પડકારો વિના. કલ્પના કરો કે તમને કોઈપણ પીડા, અડચણો અને નિષ્ફળતાઓ વિના તમે જે જાેઈતું હતું તે બધું મળી ગયું છે.

 તમે કહી શકો કે તે સારૂ છે. પરંતુ તમે નબળા હશો, અને પછી જ્યારે તમારા જીવનમાં કંઈક મુશ્કેલ આવશે, ત્યારે તમે તેને કેવી રીતે હેન્ડલ કરવું તે જાણતા નહી હો તો તમે પ્રાપ્ત કરેલી બધી મહાન વસ્તુઓ તમે ગુમાવશો કારણ કે તમે અવરોધો, નિષ્ફળતાઓ અને અન્યના નકારાત્મક અભિપ્રાયોને કેવી રીતે હેન્ડલ કરવા તે જાણતા નથી. તમારી સિદ્ધિઓ પત્તાના ઘરની જેમ પડી જશે.

સફળતા એ એક પ્રક્રિયા છે પરિણામ નથી. મોટા ભાગના લોકો માને છે કે ભૌતિક સંપત્તિ અથવા પદવી હોવી એ વાસ્તવિક સફળતાની વ્યાખ્યા છે, પરંતુ તેઓ ખોટા છે. સફળતા એ વ્યક્તિનું માનસિક રીતે નાજુક રહેવાથી માનસિક રીતે મજબૂત બનવાનું માનસિક પરિવર્તન છે.

મોટાભાગના માતા-પિતા માટે, તેમના બાળકોને સુરક્ષિત રાખવા ઈચ્છે છે, પણ જ્યાં સુધી પરિસ્થિતિ જીવન માટે જાેખમી ન હોય ત્યાં સુધી, તમારા બાળકને તેની જાતે જ સમસ્યાને નેવિગેટ કરવા દો તે વધુ સારું છે. તમારું બાળક વધુ મજબૂત બનશે, વધુ સારી રીતે સામનો કરવાની કુશળતા વિકસાવશે અને સારા ર્નિણયો લેવાનું શીખશે અને નબળા ર્નિણયોના પરિણામો સ્વીકારશે.

નાના બાળકોને અવરોધોમાંથી પસાર થવા દેવાથી તેઓને મુશ્કેલ વ્યક્તિ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, જ્યારે તેઓને સજા કરવામાંઆવે ત્યારે કેવી રીતે શાંત રહેવું, અથવા તેમના રૂમની સફાઈ, કપડાં ધોવા અને ભોજન તૈયાર કરવા જેવા સ્વતંત્ર કાર્યો કેવી રીતે કરવા તે શીખવી શકે છે. બાળકોને શીખવા માટે આ અનુભવોની જરૂર છે.

કિશોરો સાથે, તેમને સંઘર્ષથી બચાવવાથી તેમની આસપાસ સલામતી જાળ બનાવવામાં આવે છે — પરંતુ જ્યારે તમારું બાળક બહારની દુનિયામાં જાય છે ત્યારે તે સુરક્ષા જાળ ધરાવતું નથી.તરુણોને નિષ્ફળતા અને પરિણામોનો સામનો કરવા શીખવવાથી તેમના કાર્ય કૌશલ્યમાં પણ સુધારો થાય છે

દુબઈને દુનિયાના નકશામાં એક આગવી વિશિષ્ટ ઓળખ અપાવનાર શેખ રશીદને પત્રકારે પ્રશ્ન પૂછ્યોઃ તમને તમારા દેશનું ભવિષ્ય કેવું લાગે છે? શેખ રશીદે જવાબ આપ્યો તેને બહુ ધ્યાનથી સમજવા જેવો છે. તેમાં આધુનિક સમયના યુવાનો માટે બહુ મોટો ગર્ભિત સંદેશ સમાયેલો છે.જવાબ વાંચો. “મારા દાદા ઊંટ ચલાવતા. મારા પિતા પણ ઊંટ પર સવારી કરતા. હું મર્સિડિઝમાં બેસું છું. મારો પુત્ર લેન્ડરોવરમાં ફરે છે. મારો પૌત્રપણ લેન્ડરોવરમાં અથવા તેથી ય મોંઘી અને આધુનિક સુવિધાઓવાળી કારમાં ફરશે. પરંતુ.....મને ખાત્રી છે કે મારો પ્રપૌત્ર પુનઃ ઊંટ પર સવારી કરશે..!”

પત્રકારને આશ્ચર્ય થયું...કોઈને પણ આશ્ચર્ય જ થાય એવો જવાબ હતો.કુબેરનો ભંડાર ધરાવતો ભંડારી આવું શા માટે કહે? પત્રકારે સામો પ્રશ્ન કર્યોઃ તમે એવું કેમ કહો છો?

હવે શેખ રશીદ જે સાહજીકતાથી જવાબ આપે છે એ ખરેખર સમજવા જેવો છે. શેખ રશીદ ઉત્તર આપતાં કહે છેઃ “સંઘર્ષ અને મુશ્કેલીઓ મજબૂત માણસો પેદા કરે છે. મજબૂત માણસો પોતાના સામર્થ્યથી, સમય અને જીવન બંનેને આસાન બનાવી દે છે.તકલીફો વિનાની સરળ જિંદગી ર્નિબળ માણસો પેદા કરે છે. ર્નિબળ માણસો સમયને સમજવામાં ઊણા ઊતરે છે અને તેઓ જીવનમાં મુશ્કેલીઓને નિમંત્રે છે.આવી પડેલી આપત્તિઓનો સામનો કરવાની સમજણ ન હોય તેવા પોતાની પાસે જે કાંઈ હોય તે પણ ગુમાવી બેસે છે. આપણે બળવાન યોદ્ધા પેદા કરવા જાેઈએ નહીં કે પરજીવી”

શેખ રશીદનું આ વિધાન આજની ટેકનોલોજીની સગવડમાં કોઈપણ જાતની અગવડ વગર ઉછરી રહેલી અને જીવી રહેલી આધુનિક પેઢી માટે છે.આધુનિકતાથી પોષણ પામતા સંતાનોને આપણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડેલો, તેનાથી તેઓને દૂર રાખવાના મોહમાં, શક્ય તેટલી વધુ સુવિધાઓ પૂરી પાડીએ છીએ અને અન્ય પર અવલંબિત રહીને જીવન જીવતાં શિખવાડીએ છીએ.

પરિણામે તેઓ સ્વયંની શક્તિથી, સ્વયંની સમજણથી, સ્વયંની કુનેહથી કે સ્વયંની આવડત અને હોશિયારીથી વિકાસ કે સફળતાના પગથિયાં ચડવાનું સામર્થ્ય ગુમાવી બેસે છે.

સંઘર્ષ અને અભાવમાં ફરક છે. અહીં આપણે બાળકને અભાવમાં રાખવાની તરફદારી નથી કરતા. આ દેશનું કોઈ બાળક અભાવમાં ન જીવવું જાેઈએ. પરંતુ જાે બાળકને ખરા અર્થમાં જવાબદાર અને ઈન્ડિપેન્ડટન્ટ બનાવવું હશે તેને અમુક સવલતોની જગ્યાએ અમુક નાનાં નાનાં સંઘર્ષો આપવા જરૂરી છે. જે સંઘર્ષો અને પડકારો બાળકને અનેક રીતે ઉપયોગી થશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution