દિલ્હી-
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને તેમની સત્તા ભૂખે લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોના વાયરસ સંકટ દરમિયાન મધ્યમ વર્ગીય ભારતીયોને પણ રાશન માટે લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ જુમલાજીવી હેશટેગ સાથે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, તમારી સત્તા ભૂખે લાખો લોકોને અનાજના કણ-કણ માટે તરસાવ્યા. તમે કશું ન કર્યું, બસ રોજ નવો જુમલો આપ્યો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ-પ્રદર્શનોને પ્રોત્સાહન આપનારાઓ પર નિશાન સાધીને તેમને આંદોલનજીવી ઠેરવ્યા હતા. મોદી સરકાર પર પલટવાર કરવા કોંગ્રેસ આ શબ્દનો ઉપયોગ કરે છે.