સુરત-
દિલ્હીની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. 21મી તારીખના રોજ ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે. આજે એટલે કે 23મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી પરિણામ જાહેર થઈ રહ્યા છે. સવારે 11 વાગ્યાના રીઝલ્ટ પ્રમાણે પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 11 ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક પાટીદારોએ આ વખતે કૉંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું હતું. સુરતના વોર્ડમાં 13 અને 16માં આપનો ભવ્ય વિજય થયો છે જ્યારે વોર્ડ નં 2,3,4,14માં આમ આદમી પાર્ટી આગળ છે