વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી યુવકની આત્મહત્યા

વડોદરા : ધૂળેટીના દિવસે વહેલી સવારે એક યુવાને કાલાઘોડા પાસે આવેલી વિશ્વામિત્રી નદીના પુલ નજીક એક્ટીવા મુકી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથે પહોંચી હતી. યુવકના સગા સબંધી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. પાંચ કલાક બાદ મળેલા યુવકના મૃતદેહને જાેઇ પરિવારજનોએ રોડ ક્કડ મચાવી હતી. યુવકે ભરેલા પગલા અંગે પોલીસે તપાસ ચલાવી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા દિપકનગરમાં ૨૪ વર્ષીય પૂજન ભટ્ટ રહેતો હતો અને કાનન ઇન્ટરનેશનલમાં એચ.આર. ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. રાત્રે ૩ વાગ્યે યુવાન ઘરેથી નીકળી ગયો હતો અને વહેલી સવારે પૂજન ભટ્ટ નામનો યુવાન કાલાઘોડા પાસે એક્ટિવા લઈને આવી પહોચ્યો હતો અને તેને કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે એક્ટિવા મૂકીને બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.

વિશ્વામિત્રી નદીમાં યુવાને પડતુ મૂક્યુ હોવાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સાથે પસાર થતા લોકોના ટોળેટોળા કિનારા ઉપર ઉમટી પડ્યા હતા આ સાથે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ફતેગંજ વિસ્તારના રહેવાસી પૂજન ભટ્ટે કયા કારણોસર વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પણ યુવાન ઘણા સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે.

પૂજન ભટ્ટે વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાની જાણ પરિવાર મિત્રો અને શુભેચ્છકો વિશ્વામિત્રી નદી ખાતે દોડી આવ્યા હતા. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પૂજન ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો હતો. તે રવિવારે રાત્રે મિત્રના બર્થ ડેમાં ગયો હતો. જાેકે રાત્રે ૩ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેને વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી અને ભારે જહેમત બાદ ૫ કલાકે તેનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢ્યો હતો.

યુવાન ઘણા સમયથી બીમાર હતો

વિશ્વામિત્રી નદીમાં યુવાને પડતુ મૂક્યુ હોવાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સાથે પસાર થતા લોકોના ટોળેટોળા કિનારા ઉપર ઉમટી પડ્યા હતા આ સાથે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ફતેગંજ વિસ્તારના રહેવાસી પૂજન ભટ્ટે કયા કારણોસર વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પણ યુવાન ઘણા સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution