અમદાવાદ,
જવેલર્સ ને ત્યાં દાગીના જાવાના બહાને દુકાન માં પ્રવેશ કરી ને ચોરી કે લૂંટ ના અનેક બનાવો જોવા મળ્યા છે. પરંતુ કયારેય દાઢી કરવાના બહાને દુકાન માં આવી લૂંટ થઈ હોય તેવું સાંભળ્યું નહિ હોય. આવો જ એક બનાવ શહેર ના સારંગપુર આનંદ કલોથ માર્કેટ માં બન્યો છે. જ્યાં એક ઈસમ હેર કટિંગ ની દુકાન માં આવી ને પહેલાં દાઢી કરવા માટે નું બહાનું કાઢી છરી ની અણીએ લૂંટ કરી છે. ફરિયાદી નદીમ શેખ એ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓ સારંગપુર આનંદ ક્લોથ માર્કેટ માં હેર કટિંગ ની દુકાન ધરાવે છે. ગુરુવાર સાંજના સમયે તે અને તેમના ભાઈ દુકાન માં હાજર હતા. અને પોતે એક ગ્રાહક ના હેર કટિંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન એક અજાણ્યો વ્યકિત તેમની દુકાન માં આવ્યો હતો. અને તેને દાઢી કરવા માટે કÌšં હતું. જા કે ત્યારબાદ તેને દાઢી નહિ કરાવી હોવાનું કહીને પોતાની પાસે રહેલ છરી ફરિયાદી ને ગળા ના ભાગે રાખી ને રૂપિયા ની માંગણી કરી ગળા ના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ આ આરોપી એ ફરિયાદી માં મોટાભાઈ ને છરી બતાવી રૂપિયા ની માંગણી કરી હતી. જેથી તેને પાકિટ કાઢતા જ આરોપી પાકિટ લઈ ને ફરાર થઈ ગયો હતો. જેમાં રૂપિયા ૫૫૦ હતા. જા કે ફરિયાદી એ સમગ્ર ઘટના ની જાન પોલીસ ને કરતા જ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી અને આરોપી કોમ્પલેક્ષ ની બહાર નીકળતા જ તેને ઝડપી લીધો છે.