અક્ષયે બાથરૂમમાંથી બુમ પાડી, “અવનિ, ટુવાલ.....” પણ અવનિ ક્યાં ઘરમાં હતી કે કોઈ ટુવાલ ધરે! આજ તો અક્ષયનો સવારથી દિવસ બગડ્યો, બધું જ જાતે કરવામાં ઓફિસે જવાનું મોડું થઇ ગયું અને તો પણ નાસ્તો તો સ્કિપ જ થયો હતો. બેહાલ અક્ષયે ઓફિસ પહોંચતા સાથે અવનિને ફોન કર્યો, "ઝ્રટ્ઠહ'ં ઙ્મૈદૃી ુૈંર્રેં અર્ે... ર્ઝ્રદ્બી હ્વટ્ઠષ્ઠા ર્જર્હ." પિયરમાં અવનિએ હરખાતા બધાને કહ્યું, “અક્ષય મારા વગર એક દિવસ પણ ન રહી શકે.” અક્ષયની સવાર પડતા સાથે એની નાનામાં નાની જરૂરિયાત પૂરી કરવા પત્ની હાજર જ હોય, બ્રશ કરવા જાય તો બ્રશમાં પેસ્ટ પણ કાઢીને તૈયાર હાથમાં અવનિ આપતી. અવનિ માટે પતિ પ્રત્યેનો પ્રેમ એટલે એની દરેક જરૂરિયાત પૂરી કરવી. બીજી તરફ અક્ષય પોતાની રોજિંદી જરૂરિયાત માટે પત્ની પર પૂરી રીતે આધારિત થઈ ગયેલો. ત્યારે એ કહેવું અઘરું લાગે છે કે અક્ષય અવનિ વગર પ્રેમવશ રહી શકતો નથી કે પછી આદતવશ?! જાે એની જરૂરિયાત અવનિ વગર પણ પૂરી થઇ ગઈ હોત તો પણ શું ફોન પર આ જ શબ્દો કહ્યા હોત?
પ્રેમમાં હોવું એટલે એકબીજાની નાનામાં નાની બાબતે કાળજી હોવી. સાથે રહેતી વ્યક્તિઓ સ્વાભાવિક રીતે એકબીજા પર ઓછાવધતા અંશે આધારિત તો રહેવાની જ. પણ ફક્ત જરૂરિયાતવશ એકબીજાને યાદ કરો ત્યારે પ્રેમ પર જરૂરિયાત હાવી થાય છે અને પ્રેમની લાગણી ક્યાંક હાંસિયામાં ધકેલાઈ જાય છે. પહેલાનાં વખતમાં સ્ત્રી ઘર, પરિવાર અને બાળકો સંભાળતી જયારે પુરુષના ભાગે અર્થોપાર્જન અને આર્થિક વ્યવહારો સંભાળવાની જવાબદારીઓ હતી. પણ હવે યુગ બદલાયો છે, સંયુક્ત કુટુંબ રહ્યા નથી, સ્ત્રીઓ શિક્ષિત થઇ છે અને ઘરની સાથે સાથે નોકરી ધંધો કરી કમાતી થઇ છે. ત્યારે કામના વિભાજનની રીત પણ બદલવી પડે. આજના યુગમાં 'તોલીયા લાઓ’ ટાઈપ પુરુષ લગ્નજીવન નિષ્ફળ જવાનું એક કારણ છે! સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે શિક્ષિત અને આર્થિક રીતે પગભર બન્યા છે ત્યારે ઘર અને સામાજિક જવાબદારી પણ બંનેએ સાથે નિભાવવાની આવે છે. હવે પુરુષે પણ રસોઈ, ઘરકામ અને વડીલ-બાળકોની જવાબદારી સ્ત્રીની સાથોસાથ સંભાળવી રહી, તો જ સંસાર ઢસરડાં જેવો ન લાગે અને મીઠો કંસાર બની રહે.
શેખરે કોફી બનાવતો હોય એવી રીલ બનાવી નિધિને મોકલી. સામે તરત કોલ આવ્યો, ‘ડાર્લિંગ, રીલમાંથી ય તારી કોફીની સોડમ આવી ગઈ ને અહીં સવાર સુધરી ગઈ. શ્રેયા સ્કૂલે ગઈ? કાલે શોમાં એટલી વ્યસ્ત રહી કે શ્રેયા સાથે વાત જ નથી કરી શકી. ૈંજ જરી ર્ાટ્ઠઅ?’
‘શ્રેયા એકદમ ફાઈન છે. ન્ટ્ઠં રીિ ઙ્મીટ્ઠહિ ર્ં ઙ્મૈદૃી ૈહઙ્ઘીॅીહઙ્ઘીહંઙ્મઅ. મૉમ કે ડેડી કામમાં હોય ત્યારે જાતે મેનેજ કરતાં એ નાનપણથી શીખી જાય એ જરૂરી છે. અહીંની ચિંતા છોડ અને એ કહે શો કેવો રહ્યો?’
‘શો ખૂબ સારો રહ્યો. શેખર, બે દિવસથી શ્રેયાથી દૂર છું. આ સફળતા પાછળ કંઈક અંશે મને ગિલ્ટ ફીલ થાય છે કે ક્યાંક હું મા તરીકેની મારી ફરજ ચૂકું છું.’
‘સ્વીટહાર્ટ, એક વાત સમજી લે તારું સતત સાથે હોવું કે દરેક જરૂરિયાત પૂરી કરવી એ જ પ્રેમ નથી. જાતને સંબંધો અને જવાબદારીઓમાં કેદ કરવાનું રહેવા દે. બાંધવું કે બંધાવું એ પ્રેમ નથી. કામ પતાવી જલ્દી ઘરે આવ, અમે તારી સફળતા સેલિબ્રેટ કરવા તારી રાહ જાેઈએ છીએ.’
સંબંધોમાં એકબીજા પર આધાર હોવો એ તો સ્વાભાવિક છે. પણ ધીમે ધીમે એકબીજાની જરૂરિયાત પૂરી કરતાં કરતાં એકબીજા પર એટલી હદે આધારિત થઈ જવાય કે જરૂરિયાત પૂરી ન થાય તો જાણે પ્રેમમાં મોટી ઉણપ આવી ગઈ હોય એવું સામેની વ્યક્તિને ફીલ કરાવવામાં આવે કે જાત પ્રત્યે ગિલ્ટ ફીલ થાય. પ્રેમ આપણને આર્ત્મનિભર બનાવે. આદતવશ જરૂરિયાત અને પ્રેમવશ જરૂરિયાત વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. સંબંધ કોઈપણ હોય પતિ-પત્નીનો, માતા-પિતા સાથે, બાળકો, ભાઈ-બહેન, મિત્રો કે પછી પ્રેમ સંબંધ હોય, જ્યાં મોકળાશ મળે અને દિલ ખોલી શકાય ત્યાં જ સંબંધ ખીલે બાકી વ્યાવહારિક દાયરા પૂરતા સીમિત રહે. ખરા અર્થે પ્રેમ એટલે તો મુક્તિ. જ્યાં સહજ જાેડાયેલા રહેવાનો ભાવ છે, એકબીજાને બાંધવાનો નહીં, ત્યાં પ્રેમ સહજ રીતે પાંગરે છે. કોઈપણ સંબંધ પરિપક્વ ત્યારે બને જ્યારે બે વ્યક્તિ લાગણીથી જાેડાયેલા હોય છતાં બંનેનું આગવું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય. એકબીજાની પૂરતી કાળજી પણ લેવાય અને છતાં દરેકની આગવી સ્પેસનું સન્માન પણ જળવાઈ રહે એ સ્વસ્થ સંબંધની નિશાની.
અજય દેવગન અને કાજાેલની ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘યુ મી ઔર હમ’ નું ટાઈટલ સોંગ મને ખૂબ ગમે છે. આમ તો ફિલ્મ દરેક કપલે જાેવા જેવી છે. “અપને રંગ ગવાયે બિન મેરે રંગ મેં ઘૂલ જાઓ, અપની ધૂપ છાયે બિન મેરી છાંવ મેં આ જાઓ, ચલો યું કરે... તુમ તુમ ભી રહો, મૈં મૈં ભી રહું... હમ હમ ભી રહે... યુ મી ઔર હમ.”