એવોકાડોના અમેઝિંગ ફાયદા તમે જાણતા નહીં હો!

વિટામીન એ, બી, ઇ, ફાઇબર, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપુર એવોકાડો ડાર્ક ગ્રીન રંગનુ ફળ છે. લો ફેટ અને મોનોસેચ્યુરેટેડ હોવાના લીધે તેનુ સેવન બીમારીઓમાંથી છુટકારો અપાવે છે. એટલું જ નહીં, એવોકાડોનો ઉપયોગ સૌંદર્ય સંબંધિત સમસ્યાઓને દુર કરવામાં પણ થાય છે.

સુર્યના યુવી કિરણોથી બચવા માટે એવોકાડો સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો. બહાર નીકળતા પહેલા એવોકાડો સનસ્ક્રીન લોશનને ત્વચા પર લગાવી લો. તેમાં રહેલા પોષક તત્વો સુરજના કિરણોથી બચાવવામાં મદદ કરશે.

સાફ અને ક્લીયર ત્વચા મેળવવા માટે એવોકાડો અને પપૈયાના પ્લપમાં હળવુ મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડો સમય સુકાઇ ગયા બાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. તેનાથી ચહેરા પર જમા થયેલી ગંદકી નીકળી જશે અને તમને નેચરલ ગ્લો મળશે.

એન્ટીઓક્સિડન્ટના ગુણોથી ભરપુર એવોકાડોના ઉપયોગથી સ્કીનને પોષણ આપીને ઘણી બ્યુટી પ્રોબલેમ્સ દુર કરી શકાય છે. માત્ર તે લગાવવાથી નહી, પરંતુ ખાવાથી પણ ઘણી સૌંદર્યલક્ષી સમસ્યાઓથી છુટકારો મળે છે.

પ્રદુષણ, વાળની યોગ્ય દેખભાળ ન કરવાથી વાળ તુટવા લાગે છે અને હીટિંગ ટુલ્સથી પણ વાળ ડેમેજ થવા લાગે છે. આવા સમયે એવોકાડો પલ્પને મેશ કરીને અઠવાડિયામાં ત્રણ વાર વાળના મુળમાં લગાવવાથી વાળની બધી સમસ્યાઓ દુર થાય છે.

એવોકાડોનો પલ્પ વાળમાં નિયમિત રીતે લગાવવાથી વાળ હાઇડ્રેટેડ રહે છે. તમારા વાળ શાઇની અને સ્મુથ રહે છે.

એવોકાડોને મેશ કરીને તેમાં બે ચમચી ઓલિવઓઇલ મિક્સ કરો. તેને સ્કેલ્પ પર લગાવીને 30 મિનિટ બાદ વાળ ધોઇ લો. તેનાથી વાળને પોષણ અને મજબુતાઇ મળશે. વાળ પણ સોફ્ટ થશે.

વિટામીન એ અને ઇ, ફાઇબર અને મિનરલ્સના ગુણોથી ભરપુર એવોકાડોનુ સેવન સ્કીનની સાથે સાથે આરોગ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. તેના સેવનથી મેદસ્વીતા ઘટે છે અને સાથે સાથે તે શુગર કન્ટ્રોલમાં પણ મદદ કરે છે.

એવોકાડોમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે, તેનાથી હાડકા મજબુત થાય છે અને હાર્ટ પ્રોબલેમ દુર થાય છે. તેથી રોજ એક એવોકાડો જરુર ખાવ.તેમાં રહેલુ ફાઇબર પેટને સાફ કરે છે. તેથી કબજિયાત, અપચો અને એસિડીટીની સમસ્યા દુર થાય છે. પાચનક્રિયા યોગ્ય રહે છે. રોજ એવોકાડોના સેવનથી કેન્સરનો ખતરો પણ સાવ ઓછો રહે છે. તે શરીરમાં કેન્સર સેલ્સને વધતા રોકે છે.   


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution