યોગીનો ર્નિણયઃ કાવડ માર્ગની દુકાનો પર નામ લખવું પડશે


લખનૌ:મુખ્યમંત્રી યોગીએ કાવડ તીર્થયાત્રીઓ માટે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે સમગ્ર યુપીમાં કાવડ માર્ગો પર આવેલી ખાણીપીણીની દુકાનો પર સંચાલકો અને માલિકોના નામ અને ઓળખ જાહેર કરવાની રહેશે. તેમણે કહ્યું કે કાવડ તીર્થયાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હલાલ સર્ટિફિકેશન સાથે પ્રોડક્ટ્‌સ વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતીએ આ ર્નિણયનો જાેરદાર વિરોધ કર્યો છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે ભાજપ સામાજિક સમરસતાની દુશ્મન છે. તે સમાજના ભાઈચારાને બગાડવા માટે કોઈને કોઈ બહાનું શોધતી રહે છે. ભાજપની આ વિભાજનકારી નીતિઓને કારણે રાજ્યનું સામાજિક વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે કાવડ યાત્રાને લઈને મુઝફ્ફરનગર પોલીસે નવો આદેશ જાહેર કર્યો છે કે શેરી વિક્રેતાઓ સહિત તમામ દુકાનદારોએ તેમના નામ બહાર લખવા પડશે. તેની પાછળ સરકારનો ઈરાદો લઘુમતી વર્ગને સમાજથી અલગ કરીને શંકાના દાયરામાં લાવવાનો છે. કોનું નામ ગુડ્ડુ, મુન્ના, છોટુ કે ફટ્ટે, તેના નામ પરથી શું ખબર પડશે પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે મુઝફ્ફરનગર પોલીસ દ્વારા કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોના નામ લખવાનો આદેશ ખોટી પરંપરા છે.

ઉત્તરાખંડમાં પણ આદેશ જારી

ઉત્તર પ્રદેશની જેમ હવે ઉત્તરાખંડમાં પણ કાવડ યાત્રાના રૂટ પરના દુકાનદારોએ હોટલ અને ઢાબાના રેટ લિસ્ટ સાથે તેમના નામ લખવાના રહેશે, હરિદ્વાર પોલીસ પ્રશાસને રેસ્ટોરન્ટના માલિકોને તેમના નામ કંવર પર દર્શાવવા આદેશ આપ્યો છે હરિદ્વારના એસએસપી પરમેન્દ્ર ડોબલે જણાવ્યું કે, કંવર માર્ગ પર આવેલી હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ કે સ્ટ્રીટ વેન્ડરોએ ફરજીયાતપણે તેમના માલિકનું નામ લખવું પડશે. જાે તેઓ આમ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં, હરિદ્વારમાં કેટલાક સંગઠનોએ પોલીસ સમક્ષ માંગ કરી હતી કે દુકાનદારોએ દુકાનો પર તેમના નામ ચોક્કસપણે લખવા જાેઈએ જેથી શિવભક્તોને કંવર માર્ગ પર કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ આદેશ પીએમના નારાનું ઉલ્લંઘન ઃ કેસી ત્યાગી

જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું કે બિહારમાં આનાથી પણ મોટી કંવર યાત્રા નીકળે છે, ત્યાં આવા કોઈ આદેશનો અમલ થતો નથી. જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. તેઓ વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ‘ના સૂત્રનું ઉલ્લંઘન છે. આ આદેશ બિહાર, રાજસ્થાન અને ઝારખંડમાં લાગુ નથી.

આરએલડી પ્રદેશ અધ્યક્ષે કહ્યું- ગેરબંધારણીય ર્નિણય

આરએલડીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પ્રશાસન દ્વારા દુકાનદારોને તેમની દુકાનો પર તેમનું નામ અને ધર્મ લખવાની સૂચના આપવી એ જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપતું પગલું છે. વહીવટીતંત્રે તેને પાછું લેવું જાેઈએ. આ એક ગેરબંધારણીય ર્નિણય છે.જાે કે પ્રદેશ પ્રમુખના નિવેદન પર કાર્યકરોએ ટીપ્પણીઓ શરૂ કરી દીધી છે. આરએલડીના એક કાર્યકરનું કહેવું છે કે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કાર્યવાહી કર્યા વિના પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે સરકારમાં ભાગીદારો હોય ત્યારે તેને અલગ રીતે વ્યાખ્યાયિત ન કરવી જાેઈએ.

આદેશ તાત્કાલિક પાછો ખેંચવો જાેઈએ: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં લખ્યું છે કે આપણું બંધારણ દરેક નાગરિકને ખાતરી આપે છે કે તેની સાથે જાતિ, ધર્મ, ભાષા કે અન્ય કોઈ આધાર પર ભેદભાવ કરાશે નહીં. યુપીમાંગાડીઓ, કિઓસ્ક અને દુકાનો પર તેમના માલિકોના નામના બોર્ડ લગાવવાનો વિભાજનકારી આદેશ એ આપણા બંધારણનાવારસા પર હુમલો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution