યોગી સરકારનો નિર્ણય: મથુરા-વૃંદાવનની તિર્થસ્થાન તરીકેની જાહેરાત, 10 કિલોમીટરના વિસ્તારમાં માંસ-દારૂ પર પ્રતિબંધ

લખનૌ-

યોગી સરકારે આજે શુક્રવારે મથુરા-વૃંદાવન ક્ષેત્રને તિર્થસ્થળ ઘોષિત કરવામાં આવ્યો છે. યોગી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે. મથુરા-વૃંદાવન કૃષ્ણ જન્મસ્થળની આસપાસના 10 કિલોમીટર વિસ્તારને તિર્થસ્થાન ઘોષિત કરવામાં આવે છે. હવેથી આ વિસ્તારમાં દારૂ અને માંસનું વેચાણ નહીં કરી શકાય. તિર્થસ્થાન તરીકે ઘોષિત કરાયેલા વિસ્તારમાં 22 નગર નિગમ વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં તિર્થસ્થળોના વિકાસનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યા, વારાણસી, મથુરામાં સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ધર્માર્થ કાર્ય વિભાગના જણાવ્યા અનુસાર, મથુરાના 7 વિસ્તારોને હાલમાં તિર્થક્ષેત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. યોગી સરકારે વર્ષ 2017માં વૃંદાવન, નંદગાંવ, ગોવર્ધન, ગોકુલ, બલદેવ અને રાધાકુંડને તિર્થક્ષેત્ર ઘોષિત કર્યા હતા. જ્યારબાદથી ત્યાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મથુરા-વૃંદાવન ક્ષેત્રને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ક્ષેત્રને તિર્થસ્થાન તરીકે જાહેર કરીને ત્યાં અને તેની આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution