યોગી આદિત્યનાથનો આદેશઃ ગુજરાતથી તરત મગાવો 25 હજાર રેમડેસિવીર ઇન્જેક્શન

લખનઉ-

ઉત્તર પ્રદેશમાં કોરોના કેરની વચ્ચે હોસ્પિટલોમાં બેડને લઇ મારામારીની સ્થિતિ છે. હવે રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન મળી રહ્યું નથી. જેના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાસ્થ્ય વિભાગને ગુજરાતના અમદાવાદથી તરત ૨૫ હજાર ઇન્જેક્શન ખરીદવાનો આદેશ આપ્યો છે.

જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યાં મંગળવારે ૧૮ હજાર નવા કેસ સામે આવ્યા છે. સૌથી વધારે લખનૌની સ્થિતિ ગંભીર છે. જેને લઇ કાયદા મંત્રીએ સ્વાસ્થ્ય વિભાને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના રિપોર્ટ મળવામાં ૪ થી ૭ દિવસનો સમય લાગી રહ્યો છે. એકવાર ફોન કરવા પર એમ્બ્યુલન્સ પણ ૫ થી ૬ કલાકમાં પહોંચી રહી છે.

ઉલ્લેખનીય છે કે, યોગી આદિત્યનાથે ગુજરાતમાંથી ઇન્જેક્શન મગાવવાનો આદેશ તો આપી દીધો છે, પણ હકીકત એ છે કે ગુજરાતમાં જ આ ઇન્જેક્શનોની અછત સર્જાઇ રહી છે. હોસ્પિટલોની બહાર લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે પણ તેમને પણ ઇન્જેક્શન મળી રહ્યું નથી. એવામાં ગુજરાતમાં જ રેમડેસિવીર ઇન્જેક્શનની લઇ બ્લેક માર્કેટિંગ થઇ રહ્યું છે. અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલની બહાર લોકોની આ ઇન્જેક્શન લેવા માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. કલાકો સુધી ત્યાં ઊભા રહેવા છતાં તેમને ઇન્જેક્શન મળી રહ્યા નથી. એવામાં ઉત્તર પ્રદેશમાં ૨૫ હજાર ઇન્જેક્શન કઇ રીતે મોકલવામાં આવશે તે જાેવાનું રહેશે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, પાછલા એક અઠવાડિયામાં આખા લખનૌમાં તેમની પાસે લખનૌ અને દર્દીઓના પરિજનોના ફોન આવી રહ્યા છે. જેમને યોગ્ય સારવાર મળી રહી નથી. લખનૌમાં રોજ ચાર છી પાંચ હજાર દર્દીઓની તુલનામાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી છે. ખાનગી પેથોલોજીમાં કોરોનાની તપાસ બંધ કરી દેવામાં આવી છએ, જ્યારે સરકારી હોસ્પિટલોમાં તપાસ રિપોર્ટ મળવામાં ઘણાં દિવસો લાગી રહ્યા છે. લખનૌમાં રોજ ૧૭ હજાર કિટ જાેઇએ, પણ ૧૦ હજાર કિટ જ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની ઓફિસમાં ફોન કરવા પર ત્યાંથી કોઇ જવાબ મળતો નથી. ચિકિત્સા અને સ્વાસ્થ્ય મંત્રીને તેની ફરિયાદ કર્યા પછી ઝ્રસ્ર્ં ઓફિસ ફોન ઉઠાવે છે, પણ સકારાત્મક કામ થતું નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution