યસ બેન્કને પહેલા ક્વાર્ટરમાં 206.8 કરોડનો નફો,ખોટનું હતું અનુમાન

મુંબઈ

યસ બેન્કે ૩૦ જૂન, ૨૦૨૧એ પૂરા થયેલા પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. આ હિસાબે પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો ૨૦૬.૮ કરોડ રૂપિયા રહ્યો છે. આ સમયગાળા દરમિયાન બેન્કને ૧,૪૨૫.૯ કરોડ રૂપિયાની ખોટ થવાનો અનુમાન હતો. પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેન્કનો નફો ૪૫.૪૪ કરોડ રૂપિયા પર રહ્યો હતો.

પહેલા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવક ૧,૪૦૨.૧ કરોડ રૂપિયા પર રહી છે, જ્યારે પહેલા ક્વાર્ટરમાં બેન્કને ૧,૩૮૫ કરોડ રૂપિયાની ખોટ રહેવાનું અનુમાન હતું. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવક ૧૯૦૮.૨ કરોડ રૂપિયા રહી હતી. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ૩૦ જૂન, ૨૦૨૧એ પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં બેન્કના નેટ NPA ૫.૮૮ ટકાથી ઘટીને ૫.૭૮ ટકા રહ્યા છે.

ક્વાર્ટરના આધાર પર ૩૦ જૂન, ૨૦૨૧એ પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં બેન્કના ગ્રૉસ NPA ૧૫.૪ ટકાથી વધીને ૧૫.૬ ટકા રહ્યા છે. આ સમયગાળા દરમિયાન બેન્કની અન્ય આવક ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં ૪૮૮.૪ કરોડ રૂપિયાથી વધીને ૬૫૦.૨ કરોડ રૂપિયા પર આવી ગઇ છે.

રૂપિયામાં જોઇએ તો ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બેન્કનો ગ્રૉસ NPA ૨૮,૬૦૯.૫ કરોડ રૂપિયાથી વધીને ૨૮,૫૦૬ કરોડ રૂપિયા પર અને નેટ NPA ૯,૮૧૩.૪ કરોડ રૂપિયાથી વધીને ૯૪,૫૪.૯ કરોડ રૂપિયા પર આવી ગઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution