ઉતરાખંડ-
ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિધ્ધ યમુનોત્રી ધામના કપાટ અખાત્રીજના પાવન પર્વ પર બપોરે 12:15 વાગે અભિજીત મૂહર્તમાં શ્રધ્ધાળુઓના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા છે.કોરોનાકાળમાં દેશ-વિદેશથી આવનારા શ્રધ્ધાળુઓની ગેર-હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા છે.કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરતા મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં યમુનાના શીતકાલીન નિવાસ સ્થળ પર ખુશીમઠ ખરસાલીમાં માં યમુનાની વિદાઇ થઇ. જે 11 વાગે યમુનોત્રી ધામ પહોંચી વિધિવત પૂજા-અર્ચના બાદ અભિજીત મુહર્ત પર કર્ક લગ્નમાં બપોરે 12:15 વાગ્યે પરંપરા અનુસાર વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રધ્ધાળુઓના દર્શનાર્થે યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે.
જે બાદ આગામી ગ્રીષ્મકાળના 6 માસ સુધી દેશ વિદેશથી આવનારા તીર્થયાત્રી યમુનાના દર્શન યમુનોત્રી ધામથી કરી શકશે. પરંતુ કોરોનાના વધતા કેસ વચ્ચે શ્રધ્ધાળુઓના દર્શન કરવાની અનુમતિ આપવામાં આવી નથી. કપાટ ખુલ્યા બાદ યમુનોત્રી મંદિર સમિતિ,પંચ પંડા સમિતિ અને યમુનોત્રી ધામના તીર્થીૃ પૂરોહિત સહિત ખરસાલીના ગ્રામીણમાં ખુશીનો માહોલ છે. આપને જણાવી દઇએ કે ગંગોત્રી ધામના કપાટ શનિવાર 15મે,કેદારનાથ ધામના કપાટ 17મે અને બદરીનાથ ધામના કપાટ 18મે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. કોરોનાના વધતા કેસ વચ્ચે આ વર્ષે પણ શ્રધ્ધાળુઓને દર્શન કરવાની અનુમતિ નથી દેવામાં આવી.
દેવસ્થાનમ બોર્ડે કપાટ ખોલવાની તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ. મંદિર પ્રબંધનને કોવિડ ગાઇડલાઇન્સનુ કડકરીતે પાલન કરવાનો યોગ્ય નિર્દેશ આપાવામાં આવ્યો છે. આ મોકા પર યમુનોત્રી મંદિર સમિતિના અધ્યક્ષ /એસડીએમ ચતર સિંહ ચૌહાણ, ઉપાધ્યક્ષ રાજ સ્વરુપ ઉનિયાલ , સચિવ પંચ પડા સમિતિ લખન ઉનિયાલ, સુધાકર ઉનિયાલ , અંકિત ઉનિયાલ,પ્રવેશ ઉનિયાલ, ભુવનેશ ઉનિયાલ સહિત યમુનોત્રી ધામના તીર્થ પુરોહિત ઉપસ્થિત રહ્યા આપને જણાવી દઇએ કે પર્યટન મંત્રી સતપાલ મહારાજે દેવસ્થાનમ બોર્ડને નિર્દેશ આપ્યો કે ચારેય ધામના મંદિરમાં ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવે. ઓનલાઇન દર્શન સાથે ભક્ત ઓડિયો સિસ્ટમ દ્વારા પૂજા અર્ચના પણ કરી શકશે. કોરોનાના વધતા કેસ અને દેશ-દુનિયાના તીર્થયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રદેશ સરકાર તરફથી આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.