Xiaomiએ કર્યુ Mi Automatic Soap Dispenser, જાણો કિંમત

દિલ્હી-

Xiaomiએ તેની સ્માર્ટ લિવિંગ 2021 ઇવેન્ટ દરમિયાન આજે ભારતમાં ઘણા બધા ઉત્પાદનો લોન્ચ કર્યા છે. કંપનીએ ઘડિયાળ, બેન્ડ, સ્માર્ટ સ્પીકર્સ સહિતના ઘણા ઉત્પાદનો લોન્ચ કર્યા છે. આ ઇવેન્ટમા, આજે કંપનીએ ભારતમાં તેનું મી ઓટોમેટિક સોપ ડિસ્પેન્સર પણ લોન્ચ કર્યું છે.

આ ઇન્ટેલીજન્ટ ઇન્ફ્રારેડ પ્રોક્સિમિટી સેન્સર સાથે લોન્ચ કરવામાં આવી છે. તે હાથની મુવમેન્ટ ડિટેક્ટ કરે છે અને 0.25 સેકંડથી ઓછા સમયમાં પ્રવાહી સાબુનું વિતરણ કરે છે. કંપનીએ માહિતી આપી છે કે તેમાં સાયલન્ટ માઇક્રો મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 300 એમએલની લિક્વિડ સાબુ ક્ષમતા આપવામાં આવી છે. તે 375 સુધી હેન્ડવોશને સપોર્ટ કરે છે.

Mi Automatic Soap Dispenserની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત, કંપની મી સિમ્પલવે ફોમિંગ હેન્ડ વોશ પણ આપી રહી છે. Xiaomiએ માહિતી આપી છે કે તે ઝિઓમીની ઓફિશિયલ વેબસાઇટ અને મી હોમ્સ પાસેથી 15 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગ્યે ખરીદી શકાય છે. ઉપરાંત, ચાલો તમને જણાવીએ કે તેની પ્રીમિયમ મેટ ફિનિશિંગ સાથે ડિઝાઇન છે.






© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution