કુસ્તીબાજ રિતિકા હુડ્ડાની ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અપારી મેડેટ કાઈઝી સામે હાર


પેરિસ:ભારતની યુવા કુસ્તીબાજ રિતિકા હુડ્ડાને મહિલાઓની ફ્રી સ્ટાઇલ ૭૬ કિગ્રા કુસ્તીની ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. આ હાર સાથે એ લગભગ નિશ્ચિત છે કે ભારત પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનનો ગોલ્ડ મેડલ વિના અંત કરશે. ભારતની યુવા કુસ્તીબાજ ૨૧ વર્ષીય રિતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ટોચની ક્રમાંકિત કિર્ગિસ્તાનની અપારી મેડેટ કાઈજી સામે પરાજય પામી હતી. બંને વચ્ચેની મેચ ૬ મિનિટ બાદ ૧-૧ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. પરંતુ મેચમાં છેલ્લો પોઈન્ટ કિર્ગિસ્તાનની અપરી મેડેટ કાઈઝીએ ફટકાર્યો હતો. આ કારણે તેને આ મુકાબલામાં વિજેતા જાહેર કરવામાં આવી હતી. ક્વાર્ટર ફાઈનલ મેચમાં રિતિકાએ શાનદાર પ્રદર્શન કર્યું અને કિર્ગિસ્તાનની વર્લ્ડ ચેમ્પિયન રેસલરને ઘણી તક આપી ન હતી. રિતિકાએ સમગ્ર મુકાબલામાં પોતાની તાકાત બતાવી હતી પરંતુ કમનસીબે તેને ૭૬ કિગ્રા કુસ્તીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, રિતિકા હજુ પણ રિપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલની રેસમાં છે., જાે કાઈઝી આ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચશે તો રિતિકા બ્રોન્ઝ મેડલ મેચ રમશે. અગાઉ, પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં, ભારતીય ખેલાડીનો સામનો ૨૦૨૪ યુરોપિયન ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા હંગેરીની બર્નાડેટ નાગી સામે થયો હતો. રિતિકાએ હંગેરીની ૮મી ક્રમાંકિત બર્નાડેટ નાગીને ૧૨-૨ (ટેક્નિકલ શ્રેષ્ઠતા)થી હરાવીને મહિલાઓની ૭૬ કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતીય યુવા ખેલાડી રિતિકાએ ગયા વર્ષે વર્લ્ડ અંડર-૨૩ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution