ટોકયો-
રવિ દહિયાની મેચ શરૂ થતાં જ તેમના ઘરે ભારે ભીડ જામી હતી અને શરૂઆતથી જ બંને ખેલાડીઓ એક બીજા પર અટેક કરી રહ્યા હતા અને રશિયાનાં રેસલરે પહેલા પોઈન્ટ લીધો અને તે બાદ રવિએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ વાત છે કે રવિ અને રશિયાનાં રેસલર બંનેની કુશ્તીની રીત એક જ છે. રવિ કુમારે શાનદાર ફાઇટ રમી પરંતુ તેઓ ભારત માટે ગોલ્ડ મેડલ ન લાવી શક્યા. રવિ કુમારે સિલ્વર મૅડલથી જ સંતોષ માનવો રહ્યો. રેસલરમાં સિલ્વર મૅડલ 2012માં સુશીલ કુમારે જીત્યો હતો. તે સમયે પણ ભારતના લોકોના ધબકારા વધી ગયા હતા કારણકે દરેક ભારતીયની સુશીલ કુમાર પર નજર હતી અને સુશીલ સિલ્વર સાથે ભારત પરત ફર્યા હતા