મુંબઇ
કોરોના કાળમાં જરૂરીયાતમંદો અને મજુર વર્ગને ખુબ મદદ કરનારા સોનુ સૂદ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કોરોના બોલીવુડમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે એક પછી એક કલાકારો કોરોનાનો શિકાર થઇ રહ્યા છે. આવામાં મસીહા તરીકે નામના મેળવનાર સોનુ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સોનુએ આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. સોનુએ જણાવ્યું કે કે તેણે બધી સાવચેતી રાખીને, પોતાને અલગ કરી દીધો છે.
કોરોનાની આ બીમારી લાગ્યા બાદ પણ જોરદાર દિલદારી બાતાવી છે સોનુએ. સોનુએ જણાવ્યું કે આ સમયે મેં પોતાની જાતને અલગ કરી દીધી છે. કોઈ ચિંતાની વાત નથી. કેમ કે હવે મારી પાસે લોકોની મદદ કરવા માટે વધુ સમય હશે. આવી સ્થિતિમાં પણ સોનુએ લખ્યું છે કે “યાદ રહે દરેક તકલીફમાં હું તમારી સાથે છું.”