મુંબઇ
એક્ટર હેમંત ખેર હાલમાં જ વેબ સિરીઝ 'સ્કેમ 1992'ને કારણે દર્શકોની નજરમાં છવાયેલા છે. હવે તેને હોલિવૂડ (લોસ એન્જલસ)ના એક ફિલ્મમેકરે ઓફર આપી છે. હેમંતે કહ્યું, 'આ એક અદભુત અવસર છે અને હું પણ આ વિશે મેકર્સ સાથે વાતચીત કરી રહ્યો છું. મેં સ્ક્રિપ્ટ વાંચી લીધી છે. આ એક વાસ્તવિક અને અદભુત સ્ટોરી છે.
'સ્કેમ 1992' વિશે વાત કરતા હેમંતે જણાવ્યું કે, 'સ્કેમ 1992એ હકીકતમાં અમારા જીવનને બદલી નાખ્યું છે. એ સત્ય છે કે હું છેલ્લા 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું પણ માન્યતા માત્ર આ સિરીઝ સાથે મળી છે. માટે આ અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રોજેક્ટ હશે.' જણાવી દઈએ કે હેમંત ખેરે 'સ્કેમ 1992'માં હર્ષદ મેહતાના ભાઈ અશ્વિન મેહતાનો રોલ નિભાવ્યો છે. જ્યારે એક્ટર પ્રતીક ગાંધીએ હર્ષદ મેહતાનો રોલ પ્લે કર્યો હતો.
હેમંતે નવા પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે, આ એક અદભુત અવસર છે અને મને સિનેમાના દરેક પહેલુંને જાણવામાં મજા આવશે. બોલિવૂડ, હોલિવૂડ અને કોઈ અન્ય ઇન્ડસ્ટ્રીમાં પણ. કારણકે હવે OTT પ્લેટફોર્મના ગ્રોથ સાથે, દરેક ફિલ્મ અને વેબ સિરીઝ દુનિયાભરમાં અવેલેબલ છે.
હેમંતે કહ્યું, ફિલ્મ મેકર્સ મોટી સંખ્યામાં દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેને વધુ આધુનિક બનાવી રહ્યા છે. માટે તે વાત નકારી શકાય નહીં કે આ ઇન્ડસ્ટ્રી માટે પણ ફાયદાકારક હશે. ઉદાહરણ તરીકે, 'દિલ્હી ક્રાઇમ' જેવી વેબ સિરીઝ સારા કન્ટેન્ટ સાથે દર્શકોના મોટા સમૂહને ટાર્ગેટ કરી રહી છે અને તે દુનિયાભરમાં શાનદાર પરફોર્મ કરી રહી છે.