20 જુલાઈના રોજ  અષાઢી અમાસે શિવ-પાર્વતીની પૂજા અવશ્ય કરજો !

 ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે જાણો આ અમાસે શિવજી સાથે દેવી પાર્વતી, ગણેશજી, કાર્તિકેય સ્વામી અને નંદીનું વિશેષ પૂજન કરવું. પૂજામાં ૐ ઉમામહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. માતાને સુહાગનો સામાન ચઢાવો. શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવું જોઇએ.

અમાસ તિથિએ ઘરના મૃત સભ્યો માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. પરિવારના મૃત સભ્યોને જ પિતૃ દેવતા કહેવામાં આવે છે.20 જુલાઈએ અષાઢ મહિનાની અમાસ છે, જેને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ વખતે સોમવારે આ શુભ તિથિ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. અમાસ તિથિએ બપોરે પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઇએ.

ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવા અને તેના ઉપર પિતૃઓનું ધ્યાન કરીને ગોળ-ઘી અર્પણ કરો. આ તિથિ પ્રકૃતિને સમર્પિત છે. આ દિવસે પ્રકૃતિને જાળવી રાખવા માટે છોડ વાવવો જોઇએ. કોઇ મંદિરમાં અથવા કોઇ સાર્વજનિક સ્થાને છાયા આપનાર કે ફળ આપનાર વૃક્ષ વાવો. સાથે જ, આ છોડ કે વૃક્ષ મોટું થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનો સંકલ્પ પણ લો.

જીવનસાથીના સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય માટે મહિલાઓ વ્રત કરે છે. હરિયાળી અમાસે માતા પાર્વતીની પૂજા કરવાથી કુંવારી કન્યાઓને મનગમતો વર મળી શકે છે. પરણિત મહિલાઓ પણ આ તિથિએ વ્રત કરે છે અને દેવી માતાની પૂજા કરે છે. આવું કરવાથી લગ્નજીવન સુખી બની રહે છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution