મંગળવાર અને શનિવાર બજરંગબલીનો દિવસ છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે. બજરંગબલી ખાસ લાભ આપે છે.
હનુમાનજીની પૂજા
1. જો પ્રત્યેક મંગળવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરીને તેની પૂજા કરવાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે.
2. હનુમાનજી એક એવા દેવતા છે કે તેની પૂજા કરવામાં ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. મંગળવારે વડલાના એક પાનને તોડીને અને તેને ગંગા જળમાં ધોઈને હનુમાનજીને અર્પણ કારવામાં આવે તો ધનની આવકમાં વધારો થાય છે. આર્થિક સંકટોથી મુક્તિ મળે છે.
3. મંગળવારે નિયમોથી પાનની બીડું ચડાવવામાં આવે તો રોજગારીના તમામ રસ્તાઓ ખૂલી જાય છે અને નોકરીમાં પ્રમોશનના અવસરો આવે છે.
4. મંગળવારે સંંધ્યા સમયે આંકડાની માળા તેમજ ગુલાબના ફૂલની માળા ચડાવો અને કોશિશ કરો કે પોતે પણ લાલ રંગના વસ્ત્રો ધારણ કરો. ધન પ્રાપ્તિ માટે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે આ સૌથી સરળ ઉપાય છે.
5. મંગળવારે સાંજે વ્રત કરીને બુંદીના લાડુ અથવા બુંદીનો પ્રસાદ બાટવો જોઈએ. આનથી સંતાન સબંધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.
6. આ દિવસે હનુમાનજીના પગમાં ફટકડી રાખવાથી ખરાબ સપનાઓમાંથી મુક્તિ મળે છે.
7. હનુમાનજીના મંદિરમાં જઈને રામરક્ષાસ્ત્રોતના પાઠ કરવાથી તમામ બગડેલા કામ સુધરી જાય છે અને કર્જથી પણ મુક્તિ મળે છે.
8. મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિ સમક્ષ બેસીને રામનામના 108 જાપ કરવા, કારણ કે હનુમાનજી ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત છે. જે કોઈ રામની ભક્તિ કરે છે, તેને તે વરદાન આપે છે. હનુમાનજી આ ઉપાયથી પ્રસન્ન થઈને વિવાહ સબંધી મનોકામના પૂરી થાય છે.
9. મંગળવારના દિવસે હનુમાનજી સામે સરસવના તેલના દીવા કરવા અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય દાંપત્ય જીવનમાં મધુરતા લાવે છે.
10. ૐ હં હનુમંતયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી બજરંગબલિ પ્રસન્ન થાય છે. ૐ હનુમતે રુદ્રાત્મકાય હું ફટ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો જેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.