બધાને ખબર છે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સિંદૂર ચઢાવવાની સાચી રીત નથી ખબર હોતી તો તમને જણાવી દઈએ કે હનુમાન દાદાને ક્યારેય સૂકું સિંદૂર ચઢાવવું ના જોઈએ, કાળા તલના તેલમાં ભેળવીને જ હનુમાન દાદાને સિંદૂર ચઢાવવું એ યોગ્ય રીત છે, સૂકું સિંદૂર ચઢાવવાથી દાદા પ્રસન્ન નથી થતા.હનુમાન દાદા પૃથ્વી ઉપર અજર અમ્ર દેવ છે અને હંમેશા પોતાના ભક્તોની વૈનતી સાંભળતા હોય છે, રાત્રે અંધારં ડર લાગે ત્યારે પણ હનુમાન દાદાનું નામ ડર દૂર કરે છે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ આપણા ઘણા કષ્ટો દૂર થાય છે. એટલે જ હનુમાન દાદાને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હનુમાન દાદાની ઘણીવાર પૂજા કરવા છતાં પણ આપણને ઈચ્છીત ફળ નથી મળતું કારણ કે આપણને દાદાની પૂજા કેવી રીતે કરવી તેની સાચી માહિતી ખબર નથી હોતી, આજે અમે તમને હનુમાનજીની પૂજા કરવાની કેટલીક ખાસ રીતો જણાવવાના છીએ જેના દ્વારા દાદાની કૃપા હંમેશા તમારા ઉપર બનેલી રહેશે.
હનુમાન દાદાનો પ્રસાદ હંમેશા ચોખ્ખા ઘીમાં જ બનાવવો જોઈએ, જો તમે ચોખ્ખા ઘીમાં પ્રસાદ બનાવી શકો એમ ના હોય તો બનાવાયેલા પ્રસાદની જગ્યાએ તમે કોઈ ફળ પણ ચઢાવી શકો છો. હનુમાનજીને લગાવવું જો તમે કેસરના લાવી શકો એમ હોય તો કાચી હળદર સાથે પણ ચંદન ભેળવીને લગાવી શકો છો. કોઈપણ ભગવાનની પૂજા કરવા માટે આપણે અલગ અલગ ફૂલ પણ ચહડાવતાં હોઈએ છીએ, તેમ જ હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે તમે કમળ, હાજરી અને સૂર્યમુખીના ફૂલ ચઢાવી શકો છો.