ટોકયો-
વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભ ટોકિયો ઓલોમ્પિકનું સમાપન થઈ ગયું છે.કોરોના મહામારીના પડકારો હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક્સ સફળ રહી હતી. 23 જુલાઈએ શરૂ થયેલા રમતોના મહાકુંભની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે. 8 ઓગસ્ટ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના અધ્યક્ષ થોમસ બાકે ટોક્યો ઓલિમ્પિક 2020ના સમાપનની ઔપચારિક જાહેરાત પણ કરી હતી. હવે આગામી ઓલિમ્પિક 2024માં પેરિસમાં યોજાશે. આ સેરેમનીમાં બજરંગ પુનિયા ભારતના ધ્વજ વાહક હતા. બજરંગે ટોકિયો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલમ્પિકમાં ઓપનિંગ સેરેમની થાય છે ત્યારે તમામ એથ્લિટ્સ તેમના ધ્વજ સાથે ચાલે છે. પરંતુ ક્લોઝિંગ સેરેમની દરમિયાન તમામ દેશોની સરહદો સમાપ્ત થઈ જાય છે. વિશ્વભરના એથ્લિટ્સ એક સાથે મળીને ચાલે છે અને ક્ષણનો આનંદ માણે છે. આ તમામ એથ્લિટ્સ 'સ્ટ્રોંગ ટુગેધર નો સંદેશ આપી રહ્યા છે. કુલ 11 હજાર 90 એથ્લિટ્સ ટોક્યો આવ્યા હતા. વિવિધ ઇવેન્ટમાં કુલ 340 ગોલ્ડ મેડલ, 338 સિલ્વર મેડલ અને 402 બ્રોન્ઝ મેડલ ખેલાડી જીત્યા હતા.