વિશ્વવિજેતા કેપ્ટન વિમ્બલ્ડન જાેવા પહોંચ્યો રોહિતના લુકને જાેઈને ચાહકો દિવાના બન્યા


નવી દિલ્હી:ભારતીય ક્રિકેટ ટીમનો વિશ્વવિજેતા કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં લંડનમાં રજાઓ માણી રહ્યો છે. આ સમય દરમિયાન હિટમેટ સેમિફાઇનલ મેચ જાેવા શુક્રવારે વિમ્બલ્ડન પહોંચ્યો હતો, જ્યાંથી તેની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. રોહિત શર્માએ ભારતને ૧૭ વર્ષ બાદ બીજી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતાડ્યો છે, આ સાથે તેણે ૧૧ વર્ષ બાદ ભારત માટે આઇસીસી ટ્રોફી પણ જીતી છે. હવે આ વિશ્વ વિજેતા કેપ્ટન લંડનમાં પોતાના પરિવાર સાથે આરામની પળો વિતાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં રોહિત શર્મા એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. રોહિત ગ્રે સૂટ, બ્લુ શર્ટ અને મરૂન ટાઈમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. રોહિતના ચાહકો તેને વિમ્બલ્ડનમાં જાેઈને ખૂબ જ ખુશ થયા હતા અને સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયાઓ પણ આપતા જાેવા મળ્યા હતા. વાસ્તવમાં, કેપ્ટન રોહિત શર્મા શુક્રવારે આયોજિત વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચ જાેવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન કેપ્ટન રોયલ બોક્સમાં બેઠો જાેવા મળ્યો હતો. ગ્રાસ કોર્ટ ગ્રાન્ડ સ્લેમમાં હાજર રહેલા સ્ટાર્સમાં રોહિત આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. વિમ્બલ્ડનના ઓફિશિયલ એક્સ હેન્ડલે રોહિત શર્માની તસવીરો સાથે પોસ્ટ શેર કરી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ, ૨૯ જૂનના રોજ, ભારતે આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને ૭ રનથી હરાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution