મહિલા ટેબલ ટેનિસ ટીમનું અભિયાન સમાપ્ત:જર્મનીના હાથે ૧-૩થી હાર


પેરિસ:પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ભારત જર્મની સામે ૧-૩થી હારી ગયું, આ સાથે ભારતીય ત્રિપુટી ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે. ભારતીય ટીમ પાસે સેમિફાઇનલમાં પ્રવેશવાની સુવર્ણ તક હતી પરંતુ જર્મની સામેની હાર બાદ તે ઓલિમ્પિક ૨૦૨૪માંથી બહાર થઈ ગઈ હતી. પ્રથમ મેચ - ભારત માટે પ્રથમ મેચ અર્ચના કામથ અને શ્રીજા અકુલાએ જર્મનીની વાન યુઆન અને શાન ઝિયાઓના સામે રમી હતી. આ મેચમાં ભારતીય જાેડીનો ૧-૩થી પરાજય થયો હતો. આ મેચના પ્રથમ સેટમાં ભારત ૫-૧૧થી હારી ગયું હતું, પરંતુ ભારતીય જાેડીએ બીજા સેટમાં વાપસી કરી હતી અને ૧૧-૮થી જીત મેળવી હતી. આ પછી જર્મનીએ ૧૦-૧૧ અને ૬-૧૧થી જીત મેળવી હતી. બીજી મેચ - ટીમ ઈન્ડિયા માટે મનિકા બત્રા અને જર્મની કોફમેન એન્નેટે બીજી મેચ રમી. આ મેચમાં ભારતને ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે પહેલો સેટ ૧૧-૫થી જીત્યો હતો પરંતુ બાકીના ત્રણ સેટ અનુક્રમે ૫-૧૧, ૭-૧૧, ૫-૧૧થી હારી ગયા હતા - ત્રીજી મેચમાં ભારત તરફથી અર્ચના કામથ અને જર્મનીની શાન ઝિયોના સાથે રમ્યા. ભારત આ મેચ ૧-૩થી હારી ગયું હતું. આ મેચમાં ભારતે પહેલો સેટ ૧૯-૧૭થી જીત્યો હતો પરંતુ બીજાે સેટ ૧-૧૧થી હારી ગયો હતો, ત્યારબાદ તેણે કમબેક કરીને ત્રીજાે સેટ ૧૧-૫થી જીતી લીધો હતો. ચોથા સેટમાં જર્મનીએ ભારતને ૯-૧૧થી હરાવ્યું - ત્રીજી મેચ ભારતની શ્રીજા અકુલા અને જર્મનીની કૌફમેન એન્નેટ વચ્ચે રમાઈ હતી. ભારત આ મેચ ૦-૩થી હારી ગયું હતું. આ મેચમાં ભારતે પહેલો સેટ ૬-૧૧થી, બીજાે સેટ ૭-૧૧થી અને ત્રીજાે સેટ ૭-૧૧થી ગુમાવ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution