હિન્દુ ધર્મમાં મહિલાઓ વિષે ઘણા બધી વાતો કહેવામાં આવી છે. સ્ત્રીઓને માન આપવુ તેમનો આદર કરવો વગેરે શીખવવામાં આવ્યુ છે. જ્યાં સ્ત્રીઓનુ માન જળવાય છે તે જ જગ્યાએ લક્ષ્મીજીનો વાસ થાય છે. સ્ત્રીઓના કેટલાક અંગ લાંબા હોય તો તે સ્ત્રીઓ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
પુરાણોમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યુ છે કે તેમના અંગો જોઇને તે ભાખી શકાય કે તેના પતિ અને પરિવાર માટે ભાગ્યશાળી બનશે. પરિવારનું નસીબ બદલાઇ જાય છે જો આ લાંબા અંગવાળી સ્ત્રીઓ પત્ની તરીકે જીવનમાં આવે
મોટી આંખો
જે સ્ત્રીઓની આંખો મોટી હોય છે તે તેના પતિ તેમજ પરિવારને ખૂબ પ્રેમ કરે છે. હંમેશા વિશ્વાસપાત્ર જીવનસાથી માનવામાં આવે છે. મોટી આંખો વાળી સ્ત્રીઓ દેખાવમાં ખૂબ સુંદર હોય છે. તેના પતિને ક્યારેય ચીટ નથી કરતી.
લાંબા વાળ
લાંબાવાળ વાળી મહિલાઓ આકર્ષક હોય છે. તેમને સાક્ષાત લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. લાંબાવાળ વાળી સ્ત્રીઓ તેના પરિવાર માટે ખૂબ નસીબદાર હોય છે. લાંબાવાળ વાળી મહિલા સાથે લગ્ન કરવાથી ક્યારેય પૈસાની અછત થતી નથી.
લાંબી આંગળીઓ
લાંબી આંગળીઓ વાળી મહીલાઓ ખૂબ હોંશિયાર હોય છે. તેમને વાંચન અને લેખનનો ખૂબ શોખ હોય છે. આ પ્રકારની સ્ત્રીઓ ક્યારેય પોતાના પતિને દુ:ખી કરતી નથી.
લાંબી ગરદન
જે સ્ત્રીઓની ગરદન લાંબી હોય તે સ્ત્રીને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો સ્ત્રીની ગરદન લાંબી હોય તો તે તમારા ઘરમાં ખુશીઓ લાવશે.