આજરોજ દક્ષિણ ગુજરાત માં તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ એ સંતાનપ્રાપ્તિ અને પતિ ના લાંબા આયુસ્ય માટે નો સૌથી સરળ અને ઉત્તમ વટસાવિત્રી વૃત નો પાલન કરી વિધિવત પૂજા અર્ચના કરી હતી વૃત નું પાલન કરી રહેલ સ્ત્રીઓ એ પોતા પોતા ને અનુકૂળ હોય એવા પવિત્ર સ્થળો પર જઈ વડદાદા ના વૃક્ષ પાસે લાલ રંગ ના વસ્ત્ર પાથરી તેમાં પુંજા ની સામગ્રીઓ ગોઠવી પૂજા કરી હતી વાંસ ની લાકડીથી બનેલો પંખો, ચોખા, હળદર, અગરબત્તી કે ધૂપબત્તી, લાલ પીળા રંગની નાળાછડી, સોળ શૃંગાર, તાંબાના લોટોમાં પાણી , પૂજા માટે સિંદૂર પાંચ પ્રકારના ફળ વડ દાદા ને અર્પણ કરી કાચો સુતર નો દોરો સાથે વડદાદા ને સાત વાર પ્રદક્ષિણા કરી દોરો વડદાદા ને વીંટાળી પોતા ના પતિ ના લાંબા આયુષ્ય કે સંતાન પ્રાપ્તિ ની કામના કરી હતી ત્યાર બાદ પૂજા કરવા આવેલ તમામ બહેનો કથા વાર્તા કરી સત્સંગ કરી વાતાવરણ ને ભક્તિમય બનાવી દીધો હતો
વટ સાવિત્રી વૃત એટલે વિધિ ના વિધાન ને પણ બદલી દેવાની શક્તિ આપતો વૃત વટ સાવિત્રી વૃત નું પાલન કરી વડ ના વૃક્ષ પાસે વિધિવત પૂજા અર્ચના કરી કથાઅમૃત નું પાન કરનારી સ્ત્રીઓ હમેશા સુહાગન રહે છે આપણા દેશ ની પૌરાણિક કથા ના માન્યતા પ્રમાણે સતી સાવિત્રી એ પોતા ના પતિ સત્યવાન ને યમરાજ ના પાસ માંથી છોડાવી લાવી સદામાટે સુહાગન બની હતી સાવિત્રી એ વૃત નું પાલન કરી શક્તિ મેળવી હતી અને પોતા ના પતિ સત્યવાન ને બચાવવા યમરાજ સામે બાથ ભીડીહતી સતી સાવિત્રી ના વૃત ની શક્તિ સામે યમદેવ પણ હરિ ગયા હતા સતી સાવિત્રી ને લાલચ આપી પતિ ને પાછી લઈ જવા માટે ની જીદ છોડવા જણાવી તેના આંધળા સાસુ સસરા ની દૃષ્ટિ સહીત તેવો નો રાજપાટ પણ આપી દીધો હતો પરંતુ સતી સાવિત્રી એ યમરાજ ની એક ન માની હતી આખરે સાવિત્રી ના વૃત ની શક્તિ સામે યમરાજ પ્રસન્ન થયા હતા અને લગ્ન બાદ એકપણ દિવસે પતિ સાથે રતિક્રીડા નો સુખ ન લેનાર સાવિત્રી ને પુત્રવતી ની આર્શીવાદ આપી દીધો હતો આશીર્વાદ આપી યમરાજ ભેરવાયા હતા પતિ વગર પુત્ર ની પ્રાપ્તિ કેમ થશે એ પ્રશ્ન નો જવાબ યમરાજ આપી ન શક્યા હતા અને સાવિત્રી ના પતિ સત્યવાન નો જીવ તેના શરીર માં ફરી પ્રવાહિત કરવા મજબૂર થયા હતા સત્યવાન ને યમરાજ ના ચંગુલ માંથી છોડાવી સદા માટે સુહાગન બની ગયેલી પતિવૃત્તાં નારી સાવિત્રી સતીસાવિત્રીના નામ થી આખા વિશ્વ માં ઓળખાઈ હતી અને ત્યાર બાદ તમામ સ્ત્રીઓ એ પોતા ના સુહાગ ના લાંબા આયુસ્ય ની કામના સાથે વટ સાવિત્રી ના વૃત પાલન કરવાની પ્રથા શરૂ કરી હતી અને સતી સાવિત્રી એ પોતા ના પતિ ની પ્રાણ ની રક્ષા માટે વડ ના ઝાડ નીચે તપસ્યા કરી વૃતપાલન કર્યું હતું જેને કારણે આપણા દેશ માં આ વૃત વટસાવિત્રી ના નામ થી પ્રચલિત છે