લોકસત્તા ડેસ્ક
મહિલાઓનું જીવન ભાગદોડ ભર્યુ રહે છે. તે આખા ઘરનું ધ્યાન રાખે છે પરંતુ પોતાનું ધ્યાન રાખવા માટે સમય નથી ફાળવી શકતી. કારણકે મહિલાએ ઘરની અંદર અને બહાર બંને બાજુએ સંતુલન રાખીને ચાલવાનું હોય છે. જેના કારણે મહિલાઓમાં તણાવની સ્થિતિ પુરુષો કરતા વધારે હોય છે. આ તણાવ ઘણીવાર વણજાેઈતી બીમારીઓને આમંત્રણ આપતી હોય છે. એવામાં જાે સમયાંતરે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવે તો તે ભવિષ્યની મોટી બિમારીથી બચી શકે છે. સામાન્ય રીતે સી શબ્દથી ઓળખાતી બીમારી સ્તન કેન્સર મહિલાઓ માટે મોટી સમસ્યા છે. સ્તન કેન્સરની જાણ મોડેથી થવાના કારણે મૃત્યુ થવાનું જાેખમ પણ રહેલુ હોય છે. મોટાભાગના વિકસીલ અને વિકાસશીલ દેશોમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે મોટાપાયે અભિયાન ચલાવવામાં આવે છે. જીનમાં મ્યૂટેશનનાં કારણે સ્તનની ઉપરની કોશિકાઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. ડબલ્યુએચઓ દ્વારા સ્તન કેન્સરના મામલે દુનિયાભરમાં કરેલા સંશોધનમાં સામે આવ્યુ છે કે મહિલાઓમાં જાેવા મળતુ આ સાધારણ કેન્સર છે. દાંત મોંઢામાં આવેલા નાના રંગની સફેદ રંગની સંરચના હોય છે. જે ખોરાક ચાવવાનું કામ કરે છે.
હેલ્થ એક્સપર્ટનું કહેવુ છે કે, દાંતમાં કોઈ પરેશાની ન હોય તેમ છતા પણ વર્ષમાં એકવાર દાંતના ડૉક્ટરનો જરૂરથી સંપર્ક કરવો જાેઈએ. દાંતોની સફાઈ માટે દર ૬ મહિને પોતાના ડેન્ટિસ્ટનો સંપર્ક કરવાની હેલ્થ એક્સપર્ટ્સ સલાહ આપતા હોય છે. કેટલીક વાર દાંતના મૂળમાં થયેલો નાના કણ જેટલો સડો પણ મોટુ નુકસાન પહોંચાડવા માટે પુરતો હોય છે. દાંતને નુકસાન મોટાભાગે વધારે પડતા ખાન-પાનનાં કારણે થાય છે. કેટલીકવાર વધારે પડતી ગળી વસ્તુ ખાવાના કારણે, કૉફી કે નશીલા પદાર્થનું સેવન કરવાના કારણે દાંત ખરાબ થાય છે. થાઈરોડ એક પ્રકારની ગ્રંથિ છે જે ગરદનની અંદર અને કોલરબોનની બચાબર ઉપર આવેલી હોય છે. થાઈરોડ ગ્રંથિ હોર્મોન બનાવવાનું કામ કરે છે.
થાઈરોડની બિમારી એક સામાન્ય સમસ્યા છે જે પુરુષોથી વધારે મહિલાઓને પ્રભાવિત કરે છે. થાઈરોડ ગ્રંથિ સાથે જાેડાયેલી ગંભીર સમસ્યાઓમાં થાઈરોડ કેન્સરનું નામ પણ સામેલ છે. આ કેન્સરની સમયસર જાણ થઈ શકે છે ત્યારે જ્યારે તમે ચોક્કસ સમયાંતરે ટેસ્ટ કરાવતા હોવ. જાે તમને હોર્મોનલ ફેરફાર જણાય અથવા તો શરીર અચાનક ફુલવા કે પાતળુ થવા લાગે તો થાઈરોડનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે.