મોડાસાના કુણોલમાં મહિલાનું ઘાસ કાપતી વખતે કૂવામાં પડી જવાથી મોત

મોડાસા, કેટલીક વાર જીવનમાં વ્યક્તિની આકસ્મિત ઘટનાઓ બનતી હોય છે અને આ ઘટનાઓમાં કેટલાક લોકો પોતાનું જીવન પણ ગુમાવતા હોય છે તેવી જ એક આકસ્મિક ઘટના સામે આવી જેમાં વ્યક્તિ એ વિચાર્યું પણ નહિ હોય અને અંતે મોત નીપજ્યું. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર કુણોલ ગામે સોનલબા નામની મહિલા બપોરના સમયે પોતાના ખેતરમાં ઘાસચારો લેવા માટે ગયેલ હતી તે દરમિયાન ખેતરમાં આવેલા કૂવાપાસે ઘાસચારો કાપતા સમયે ઉભા થતા અચાનક પગ લપસી પડ્યો હતો અને મહિલા એકા એક કુવામાં ખાબકી હતી અને ડૂબી હતી તે સમયે પોતાના પતિ ઘાસચારોનો ભારો લેવા માટે ખેતરમાં આવે છે પરંતુ ત્યાં પોતાની પત્ની જાેવા મળતી નથી અને કાપેલું ઘાસજાેતા નજીક કુવામાં જાેતા મહિલા કુવામાં પડેલ હોવાનું જાણવા મળતા એકાએક બૂમો પાડતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને મહિલા એ બહાર કાઢી ૧૦૮ મારફતે બેભાન અવસ્થામાં ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવામાં આવે છે જ્યાં તબીબએ મહિલાને મૃત જાહેર કરેલ આમ આકસ્મિત ઘટના ને પગલે પરિવાર પર આફત આવી પોહચી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution