અસાયડી ગામે રેલવે ટ્રેક પરટ્રેન હેઠળ ઝંપલાવી પુત્ર સાથે મહિલાનો આપઘાત

દે.બારીયા, દાહોદ જિલ્લામાં જુદા જુદા કારણોસર આત્મહત્યાના બનાવોની સંખ્યામાં ભારે વધારો જાેવા મળી રહ્યો છે. તેવા સમયે દેવગઢબારિયા તાલુકાના અસાયડી ગામે રેલવે ટ્રેક પાસેથી એક મહિલા તથા તેના દિકરાની લાશ મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ સાથે તે મહિલાનો પતિ તેના ગામની છોકરીને ભગાડી લઈ ગયો હોવાથી હું મારા પુત્રને સાથે લઈને આત્મહત્યા કરું છું તેવા મતલબ ના લખાણ વાળી સુ સાઈટ નોટ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના વડેલા ગામની શર્મિષ્ઠાબેન નામની પરિણીત યુવતી અને તેના પુત્ર નામે મીતની લાશ દેવગઢબારિયા તાલુકાના અસાયડી ગામે રેલવે ટ્રેક પાસેથી મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તારણ મુજબ આ ઘટના આપઘાતની હોવાનું જણાતા સદર ઘટના અંગેની જાણ ગુજરાત રેલવે પોલીસ દાહોદને કરવામાં આવતા ગુજરાત રેલવે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ તેમ જ માતા તથા તેના દીકરાની લાશનો કબજાે લઇ પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પી.એમ માટે નજીકના સરકારી દવાખાને મોકલી આપી હતી. રેલવે પોલીસને તપાસ દરમિયાન મૃતક શર્મિષ્ઠાબેનની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં જણાવાયું છે કે હું પોતે શર્મિષ્ઠાબેન અને આમ મારા ખોળામાં છે તે મારો દીકરો મીત છે આ કારણ છે તે હું દર્શાવું છું કે મારો ઘરવાળો ચેતન અમારા ગામ વડેલાની રયલાભાઈની છોકરી મનીષાબેનને લઈને ભાગી ગયો છે. તો આ બંનેને ગમે તે રીતે મેળવીને ફાંસીએ ચડાવજાે આ મારી તમને નમ્ર વિનંતી આ કારણે હું અને મારા છોકરાને લઈને આત્મહત્યા કરું છું આ સુસાઇડ નોટ વાંચી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ તો રેલવે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી મૃતક શર્મિષ્ઠાબેનના પતિ ચેતનની ભાળ મેળવવાના પ્રયાસોમાં પોલીસ જાેતરાય છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution