સરકારી સહાય ન મળતાં થરાદ ગૌશાળાના સંચાલકો મતદાન મથક પર ગાયો દોડાવશે

થરાદ : થરાદમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક પર ગાયોને દોડાવાશે તેમ ગૌરક્ષા કમાન્ડો ફોર્સ ગુજરાતના પ્રભારી સંજય જોષીએ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી ટાણે સરકારે ગાયોના મુદ્દા ઉઠાવી સત્તા હાંસલ કરી છે. જો સરકાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની રજૂઆત નહીં ગણકારે તો ચૂંટણીમાં આજના દિવસો યાદ કરાવીશું. સરકારના જ્યાં પણ કાર્યક્રમો યોજાશે ત્યાં મોટી સંખ્યામાં ગૌવંશ સાથે લઈને જઈશું. ડીસા સહિત બનાસકાંઠાની ગૌશાળાના સંચાલકોને ઘાસચારાના વેપારીઓએ કડક ઉઘરાણી કરતા સંચાલકોની ચિંતા વધી છે. દાનની આવક બંધ થતાં સંસ્થાઓ દેવાદાર બની છે. સરકાર તરફથી સહાય અંગે કોઈ ર્નિણય લેવાયો નથી. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા ચૂંટણી ટાણે ગાયોના નામે વોટ લેવાય છે .

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution