ગણતરીના કલાકોમાં જ ફરી નંબર 1 શ્રીમંત બન્યા જેફ બેજોસ 

નવી દિલ્હી

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની રેસમાં પ્રથમ ક્રમ માટે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. બે દિવસમાં સૌથી મોટા ધનકુબેરનું નામ ત્રીજી વખત બદલાયું છે. આજે જાણીતી ઈ કોમર્સ કંપ્ની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસેએલવીએમએચના માલિક બનડિર્ર્ આનર્લ્ટિને સંપત્તિના મામલે ફરી પરાજિત કરી વિશ્વના સૌથી વધુ શ્રીમંતની ખુરશી છીનવી લીધી છે.

ઉલ્લેખનીય છે જેફ બેઝોસ પાસેથી વર્ષ 2021 ચાર વખત તાજ છીનવાયો છે પણ તેમણે ગણતરીના સમયમાં સ્થાન કબજે કરી લીધું છે. ગઈકાલે ફોર્બ્સની યાદી અનુસાર બનડિર્ર્ આનર્લ્ટિ વિશ્વના સૌથી ધનિક ઘોષિત થયા હતા પરંતુ જેફને પોતાનો દરજ્જો પાછો મેળવવા માટે લાંબી રાહ જોવી પડી ન હતી. જેફએ ફરીથી શિખરનું સ્થાન ગણતરીના કલાકોમાં જ પ્રાપ્ત કરી અને વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હાલ જેફની કુલ સંપત્તિ 188.4 અબજ ડોલર જ્યારે આનર્લ્ટિની કુલ સંપત્તિ 187.3 અબજ ડોલર છે.

એમેઝોન કંપ્નીના શેરમાં વધારો થવાને કારણે બેઝોસની નેટવર્થમાં વધારો થયો છે. આ અગાઉ ગયા અઠવાડિયાના અંત સુધીમાં તેમની કુલ સંપત્તિ લગભગ 186 અબજ ડોલર હતી. આ સામે આનર્લ્ટિની સંપત્તિ લગભગ સમાન હતી. ફેશન લક્ઝરી ગૂડ્ઝ કંપ્ની એલવીએમએચના શેરમાં જબરદસ્ત વૃદ્ધિને કારણે આર્નોલ્ડની નેટવર્થમાં વધારો થયો અને સોમવારે કંપ્નીના શેર વધુ સારું પ્રદર્શન કરતા 1 ટકાના વધારા સાથે બંધ થયા હતા. આ તેજીથી આનર્લ્ટિની સંપત્તિમાં 1.7 અબજનો વધારો થયો હતો. ફોર્બ્સ અનુસાર, નેટવર્થમાં વધારાને કારણે એર્ઝોલ્ટ એમેઝોનના સીઈઓ બેઝોસને માત આપીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા.

સોમવારે આનર્ઉિલ્ટને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ મળ્યું હતું પણ તેમની ખુશી જૂજ કલાકોમાં ગાયબ થઈ ગઈ હતી. ફરી વખત પાસો પલટાયો અને અમેઝોનના શેરમાં એક ટકાનો વધારો થયો. આ વધારાથી બેઝોસની સંપત્તિમાં 2.4 અબજ ડોલરનો વધારો થયો છે. આ સાથે થોડા કલાકો પછી જેફ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. ફોર્બ્સના મતે બેઝોસ, મસ્ક અને આનર્ઉિલ્ટની સંપત્તિમાં કુલ 300 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.

ઇલેક્ટ્રિક કાર કંપ્ની ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક હાલમાં ધનકુબેરોની યાદીમાં ત્રીજા સ્થાને છે. તેની કુલ સંપત્તિ 150.8 અબજ ડોલર છે. આ વર્ષે મસ્ક જાન્યુઆરીમાં બેઝોસને ત્રણ વખત હરાવીને પ્રથમ ક્રમે બિરાજ્યા પરંતુ એમેઝોનના સ્થાપકએ ફરીથી 15 જાન્યુઆરીથી નંબર 1 ધનિકનો ખિતાબ જાળવી રાખ્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution